Charchapatra

બુધ્ધિની શુધ્ધિ માટે આટલું કરીએ

ભૂદાન યજ્ઞના મહાન પ્રણેતા પૂ. વિનોબા ભાવે અવારનવાર કહેતા કે બુધ્ધિની શુધ્ધિ માટે માનવીએ દરરોજ એક કલાક અધ્યયન માટે કાઢવો જોઇએ. તેમ કરવાથી ઉત્સાહ વધે છે, કાર્યકુશળતા પણ વધે છે અને બુધ્ધિની શુધ્ધિ થાય છે. રોજ સ્નાન કરવાથી શરીર સ્વચ્છ થાય છે. રોજ ઝાડુ લગાવવાથી ઘર ચોકખું રહે છે તે જ પ્રમાણે રોજ અધ્યયન કરવાથી બુધ્ધિ અને મન સ્વચ્છ રહે છે. એવું કહેવાય છે કે મન ચંગા તો કથરોટમેં ગંગા. (મન દુરસ્તી અને તનદુરસ્તી એક બીજાના પર્યાય છે) અન્ન વિના દેહ ટકતો નથી એમ જ્ઞાન વિના આત્મશુધ્ધિ થતી નથી. સદ્વાચન એક પ્રકારનો સત્સંગ જ કહેવાય. હતાશા, નિરાશા, તાણ, ટેન્શન ફેલાવવા માટે અમેરિકામાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ વગેરે યર કેસ દાખલ કરવામાં આવ્યા. શાબાશ, અતિ સર્વત્ર વર્જયેત્. આપણે કયારે જાગીશું. સોશ્યલ મિડિયા અસંખ્ય લોકોને પાગલ બનાવે છે. (સાઇક્યિાસ્ટ્રીસ્ટો સાવધાન) તે પહેલાં સદ્દવાચન કરીને આપણી બુધ્ધિની શુધ્ધિ કરીએ તો.
પાલ, ભાઠા – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ખાનગી શાહુકારો પર લગામ ખેંચો
સહકારી અને ખાનગી બેંકો માઇક્રો લોન ફાળવો જેથી ફેરિયાઓ, લારીવાળા, શાકભાજી, હેર કટીંગ સેલુન, મોચી તેમજ લોઅર મિડલ કલાસ પાસે સિકયોરીટી ન હોવાથી શાહુકારોની નાગચુડમાં એવા ફસાય છે કે તેઓ આપઘાત કરે છે. ઘરનો મોભ છીનવાઇ જાય છે. ખાસ કરીને નાના લેણદારોએ ફરિયાદ કરવાની હિંમત કેળવવી પડશે. અભણ અને લેબર કલાસનાં આ લોકો ભોગ બને છે. પ્રજા જાગૃત થશે તો સરકાર સાથ આપવા તૈયાર જ છે.
સુરત              – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top