નવી દિલ્હી: ઇઝરાયેલ-હમાસ (Israel-Hamas) યુદ્ધ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે રવિવારે યમનના હૂતી (Houthi) બળવાખોરોએ (Rebels) દક્ષિણ લાલ સમુદ્રમાં ભારત આવતા જહાજનું (Cargo Ship) અપહરણ કરી લીધું હતુ અને જહાજ ઇઝરાયેલનું હોવાનો દાવો કર્યો હતો. હૂતી વિદ્રોહીઓ સમુદ્રની મધ્યમાં તરતા કાર્ગો જહાજ ‘ગેલેક્સી લીડર’ (Galaxy leader) પર હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા હતા. તેમજ 25 ક્રૂ મેમ્બર્સને બંધક બનાવી આખા જહાજને કબ્જે કરી લીધું હતું. ત્યાર બાદ તેઓ યમનના એક બંદરે પહોંચ્યાં હતા અને જહાજના અપહરણની જવાબદારી લીધી હતી.
મળતી માહિતી મુજબ યમનના હૂતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં એક માલવાહક જહાજને હાઇજેક કરી લીધું હતું. તેમજ જહાજના 25 ક્રૂ મેમ્બર્સને બંધક બનાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને દરિયાની વચ્ચેને અંજામ આપવામાં આવ્યો હતો. યમને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જોઇ શકાય છે કે અચાનક જહાજની ઉપર એક હેલિકોપ્ટર માંથી બંદૂકો લઈને આવેલા હુથી બળવાખોરો નીચે ઉતરીને પોઝીશન લઈ લે છે અને જહાજના એન્ટ્રી ગેટ પર પહોંચી ફાયરિંગ શરૂ કરે છે.
યમને એક વિડિયો ફૂટેજ બહાર પાડી છે જેમાં હૂતીઓએ લાલ સમુદ્રમાં ઇઝરાયલના ધ્વજવાળું જહાજ કબ્જે કર્યું જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યમનના હૂતીઓએ તેમના વિદ્રોહીઓને હેલિકોપ્ટર મારફતે જહાજ પર ઉતાર્યા અને જહાજને પોતાના નિયંત્રણમાં લઈ લીધુ હતુ. વધુમાં આ જહાજ પર યુક્રેન, બલ્ગેરિયા, ફિલિપાઈન્સ અને મેક્સિકો સહિત ઘણા દેશોના ક્રૂ મેમ્બર્સ હાજર હોવાની માહિતી સામે આવી છે.
હૂતીઓએ જણાવ્યુ હતું કે આ જહાજ ઇઝરાયેનું છે. આ મામલે ઈઝરાયેલે રવિવારે કહ્યું હતું કે આ જહાજ અમારું નથી. તે બ્રિટિશરોની માલિકીનું અને જાપાનીઝ દ્વારા સંચાલિત કાર્ગો જહાજ છે. ઈઝરાયેલે આ ઘટનાને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો અને ઈરાની આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું.
આ જહાજ તુર્કીયી ભારત આવી રહ્યુ હતું. ત્યારે તેને હાઇજેક કરાયુ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હૂતીઓએ વારંવાર ધમકી આપી હતી. કે ગાઝામાં હમાસ સામે ઇઝરાયેલની ક્રૂર આક્રમક્તાનો બદલો લેવા માટે લાલ સમુદ્રમાં તેલ અવીવ સાથેના સંબંધો ધરાવતા જહાજોને અમે નિશાન બાનાવશું.
ત્યારે હમાસે આ હાઈજેક માટે હૂતીઓનો આભાર માન્યો હતો. ઇઝરાયેલના નાગરિકોને બંધક બનાવવાના હેતુથી આ કાર્ગો જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે. પરંતુ સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે આ જહાજમાં કોઈ ઈઝરાયલી નાગરિક નથી.