લુણાવાડા: સંતરામપુરમાં પીવાના પાણીની લાઈન પર છેલ્લા કેટલાક દિવસોથી લીકેજથી થવાથી જાહેર માર્ગો પર પાણી વેડફાઈ રહ્યું છે. તેમજ રસ્તામાં પ્રસરેલા પાણીના કારણે સ્થાનિક નાગરિકો સહિત વાહનચાલકો માટે ભારે હાલાકીભરી સ્થિતિ સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર નગરમાં આવેલ બસ સ્ટેશન વિસ્તારમાં હાજી રિઝવાનભાઈ ભુરાના ઘરથી ડૉ.રસીકભાઈ મોદીના દવાખાના સુધી લુણાવાડા રોડ પર પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થયેલ છે. વહીવટી તંત્ર દ્વારા આ લીકેજ લાંબા સમયથી બંધ નહીં કરાતાં આ લીકેજ નું પાણી જાહેર માર્ગો પર આજુ બાજુ ફેલાઈ રહ્યું છે. લીકેજથી સર્જાયેલ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશો તથા આવતા જતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઘણા સમયથી વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલ નાગરિકો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે . જેથી સંતરામપુરના સંબંધિત તંત્ર દ્વારા પાણીની પાઇપ લાઇનનું લીકેજ તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
લુણાવાડામાં પાણી લીકેજની સમસ્યાનો નિકાલ ના કરાતાં નગરજનોમાં આક્રોશ
By
Posted on