નવી દિલ્હી: દિવાળીના દિવસે ઉત્તરકાશીની (Uttarkashi) નિર્માણાધીન ટનલમાં (Tunnel) 41 લોકો ફસાયા હતાં. આ ભંગાણ એજન્સીની બેદરકારીના કારણે થયું હતું. પરંતુ અહીં ફસાયેલા લોકોને 41 કામદારોને 9 દિવસ બાદ પણ બહાર કાઢી (Rescue) શકાયા નથી. ત્યારે બચાવ કામગીરીની જવાબદારી 5 એજન્સીઓ લીધી છે. તેમજ હવે ટનલની (Tunnel) ઉપર ડ્રિલિંગ માટે જગ્યા પસંદ કરવામાં આવી છે. જેના પરિણામે બે થી ત્રણ દિવસમાં કામદારોને બહાર કાઢી શકાશે.
મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે 10 વાગ્યે સિલ્ક્યારા ટનલમાં ઓગર મશીન વડે ફરીથી ડ્રિલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ ભૂસ્ખલનનું જોખમ ઘટાડવા માટે મશીનો વડે શોટક્રીટનો છંટકાવ કરવામાં આવ્યો છે. બેકઅપ પ્લાન મુજબ ટનલ ઉપર ડ્રિલિંગ માટે કામચલાઉ રોડ બનાવવાનું કામ પણ અંતિમ તબક્કામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમ ધામી સાથે ફોન પર વાત કરી અને રાહત કાર્યની માહિતી લીધી હતી.
વધુમાં માહિતી મળી હતી કે ટનલ ઉપર ડ્રિલિંગ માટે બનાવવામાં આવી રહેલા 1200 મીટર લાંબા રોડનો 900 મીટર ભાગ બની ગયો છે. તેમજ આગળની કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. કામ આ કામની જવાબદારી PWD, BROને સોંપવામાં આવી છે.
ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ પણ આજે ઉત્તરકાશી પહોંચ્યાં હતા. અહીં નિરીક્ષણ કર્યા બાદ તેમણે કહ્યું કે અમે કામદારોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી સાથે હિમાલયના ભૂવિજ્ઞાનના શ્રેષ્ઠ નિષ્ણાતો પણ અહીં હાજર છે. આપણે ટનલની બહારથી જે જોઇ રહ્યા છીયે અને જે પરિસ્થિતી ટનલની અંદર છે તે ખૂબ જ અલગ છે. માટે અમે પ્રયાસ કરી રહ્યા છીયે રેસ્ક્યુ દરમિયાન કે કોઇ પણ કામદારને હાનિ ન પહોંચે. તેમજ તેમને રેસ્ક્યુ કારી શકાય.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે અમે 41 લોકોને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છીયે. આ દરમિયાન અમે કોઈને નુકસાન ન થાય તેની કાળજી રાખીશું. આ બચાવ કાર્ય ખૂબ જ જટીલ છે. જેમાં તમામ પ્રકારની કાળજી રાખવાની હોય છે. ઉપરાંત અમારી ટીમે ટનલની ઉપર 320 મીટરના અંતરે ડ્રીલીંગ માટે સ્થાન પસંદ કર્યું છે. અહીંથી 89 મીટરની ઊંડાઈ સુધી ડ્રિલિંગ કરવામાં આવશે. તેમજ લગભદ બે થી ત્રણ દિવસમાં રેસ્ક્યુ કામગીરી પુર્ણ કરવામાં આવશે.