Charchapatra

કૂતરાં, બિલાડી પાળવા નો ટ્રેન્ડ : શોખ કે ખાલીપાનો પર્યાય?

ધનાઢ્ય પરિવારો માં પાળવામાં આવતાં પમેરિઅન, ડૉગી, બિલાડી, વાઘનાં બચ્ચાં એ વાસ્તવ માં એમનો શોખ છે ? એ પ્રાણીઓ પ્રત્યે નો લગાવ છે ? જીવનમાં આવતાં ખાલીપા ને ટાળવા નો ઉપાય છે? કે પછી સમય અને સંપત્તિ નો દેખાડો છે! તે એક વિચારણીય પ્રશ્ન છે. આધુનિક સ્પર્ધાત્મક યુગમાં જ્યારે માણસ ને માણસ માટે સમય નથી ત્યારે આવા પ્રાણીઓ પાળી એમને વી.આઈ.પી. ટ્રીટમેન્ટ આપવી એ જાણે નવો ટ્રેન્ડ બની ગયો છે.

અને જીવન માં બીજું કંઈ કામ ન હોય તેમ સતત પ્રાણીઓ પાછળ ઓળઘોળ થતાં હોય છે.અને વધારામાં’ પેટસ’ ની દિનચર્યા સાચવવા વધુ એક આયા ની નિમણુંક થતી હોય છે.બીજું કે વેકેશનમાં આવાં પેટસ ને સાચવવા માટે નાં શેલ્ટર હોમ પણ બની રહ્યાં છે તે વધુ એક હેરત પમાડે તેવું છે. અને ઘણાં કિસ્સાઓમાં તો ‘ pets’ નાં તેમનાં જ માલિકો પર નાં હુમલા _ “ સોબત કરતાં શ્વાન ની બે બાજુ નું દુ:ખ, ખીજયુ કરડે પીન્ડી એ , રીઝયુ ચાટે મુખ “એ કહેવત ને સાચી ઠેરવતાં જણાય છે.
સુરત     – વૈશાલી શાહ      -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

મુર્ખ શિરોમણીના લક્ષણો
વિવેકબુદ્ધિવાદી માણસ ક્યારેય કુતર્ક નહીં કરે, એની વાતો તર્કબદ્ધ હશે… મુર્ખ માણસ જેમ પોતાની વાત કે વિચારધારા બીજા પર ઠોકી બેસાડવાની કોશિશ કરે, એવું ડાહ્યો માણસ ક્યારેય નહીં કરે…. મુર્ખ માણસની વાતોમાં એક પ્રકારનું ઉછાંછળાપણું જોવા મળશે, જ્યારે બુદ્ધિશાળી માણસની વાતોમાં એક પ્રકારનું ઠરેલપણુ જોવા મળશે…. મુર્ખ માણસો ઘણું ખરું short temper હોય છે, જ્યારે બુદ્ધિશાળી માણસ ધૈર્યથી પેશ આવતા હોય છે.. મુર્ખ માણસો બહું જલ્દી કોઈનાં અંધ ભક્ત કે અનુયાયી બની જતા હોય છે…. જ્યારે બુદ્ધિશાળી માણસ માટે “તર્કશક્તિ” જ એમની આધારશીલા હોય છે…

પોતાનો જ કક્કો ખરો કરાવવો, જલ્દી ખોટું લાગી જવું, રીસાઈ જવું, પાયા વગરનાં મુદ્દાને ચ્ચુન્ગમની જેમ ખેંચવું જેવા કુલક્ષણોમા તેઓ રત હોય છે..તર્ક સાથે એમને બાપનાં માર્યા વેર હોય છે.. તેઓ પોતાની બુદ્ધિ બીજાને ત્યાં ગીરવી મુકીને એની (કુ)બુદ્ધિ પ્રમાણે ચાલે છે. મુર્ખ માણસ પોતેજ સાચો છે એવો “ભ્રમ” પાળીને બેઠેલો હોય છે.તેઓ કોઈક “ખીલે” બંધાય ને ઉછળ કૂદ (ઉછાંછળાપણું) કરવાનું પસંદ કરે છે.જયારે બુદ્ધિશાળી માણસ માટે સત્ય અને ન્યાય જ સર્વોપરી હોય છે. મુર્ખ માણસને પોતાના સગા બાપ પર ન હોય એટલો વિશ્વાસ માની લીધેલા બાપ પર હોય છે.. મુર્ખ માણસને માની લીધેલા બાપના દુર્ગુણો માંય સદગુણ દેખાતા હોય છે.. આ બધા લક્ષણો મુર્ખ માણસના છે.. બુદ્ધિશાળી માણસો આ બધાંથી પર હોય છે..
સુરત     – પ્રેમ સુમેસરા      -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top