નવી દિલ્હી: કોઈ કન્સ્ટ્રક્શન સાઈટ (construction site) ઉપર કામદાર વ્યક્તિ પોતાની ટૂલ બેગ (Tool bag) ભૂલી જાય તો એ સામાન્ય બાબત કહી શકાય. પરંતુ જો આવી એક ટૂલ બેક અંતરિક્ષમાં (Space) રહી જાય તો એ મોટી બેદરકારી કહી શકાય. કારણ કે આવનાર સમયમાં જો આ ટૂલ બેગ ધરતીના કોઈ ભાગ ઉપર પડે તો ખૂબ મોટું નુકસાન થવાની સંભાવના છે. નાસાએ (NASA) આવો જ એક ખુલાસો કર્યો છે. તેઓની એક ટૂલ બેગ અવકાશમાં ભુલાઈ ગઇ છે. તેમજ આ ટૂલબેગ સામાન્ય ન હતી પરંતુ તેમાં કુલ $100,000 (આશરે 83 લાખ રૂપિયા)ના ટૂલ્સ હતા.
ટૂલબેગ કેવી રીતે અવકાશમાં છૂટી હતી
મળતી માહિતી મુજબ આ બેગને અંતરિક્ષયાત્રી જાસ્મીન મોગબેલી અને લોરલ ઓ’હારાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્પેસવોક દરમિયાન છોડી દીધી હતી. સફેદ બેગમાં રાખેલી બાઈનાકુલરની એક જોડ પૃથ્વીથી 200 માઈલ ઉપર હવામાં ફરી રહી છે. ખગોળશાસ્ત્રની વેબસાઈટ અર્થસ્કાયએ જણાવ્યું હતું કે સ્પેસ સ્ટેશનની બરાબર આગળ આકાશમાં પરિભ્રમણ કરી રહેલી ટૂલ બેગ હવે દેખાઈ રહી છે.
જો તમે વિચારી રહ્યા છો કે આ ટૂલ્સ પૃથ્વી પર કોઈપણ વ્યક્તિ પર પડી શકે છે? તો તમને જણાવી દઈએ કે નિષ્ણાતોનું માનવું છે કે આની કોઈ શક્યતા નથી. તેમણે જણાવ્યું હતું કે ટૂલ બેગ થોડા વધુ મહિનાઓ સુધી ભ્રમણકક્ષામાં રહેશે એવી અપેક્ષા છે. જ્યારે તે પૃથ્વીના વાતાવરણમાં સાથે અથડાશે ત્યારે તે તરત જ વિખેરાઈ જશે તેવી સંભાવના છે. અર્થસ્કાય અનુસાર, આ વર્ષે માર્ચની આસપાસ ટૂલ બેગ ગુમ થઈ ગઈ હતી. અને હાલ તે એક ચમકતા તારાની જેમ અંતરિક્ષમાં ગોળ ગોળ ફરતી દેખાઈ રહી છે.
વધુમાં વિગતો મળી હતી કે જો આ ટૂલ બેગ સુરક્ષિત રીતે જમીન પર નહીં આવે તો તેનો અંતરિક્ષમાં જ નાશ થવાની સંભાવના છે. સાથે જ આ ટૂલબેગને અંતિમ વાર જાપાનના સ્પેસ રિસર્ચર્શે જોઈ હતી. જણાવી દઈએ કે આ ટૂલ બેગમાં ખૂબ જ જરૂરી સામાન છૂટી ગયો હતો. જે મૂનવોક દરમ્યાન છૂટ્યો હતો અને હાલ અંતરિક્ષમાં તે ગોળ ગોળ ફરી રહ્યો છે. પરંતુ પૃથ્વી ઉપર પડવાની સંભાવના ન જણાતા આ ટુલ બેગ માનવી માટે ખતરા સ્વરૂપ નથી. પરંતુ આવી ટૂલ બેગને કે અન્ય વસ્તુને અંતરિક્ષમાં ભૂલી જવી એ ઘોર બેદરકારી સૂચવે છે. જે અંગે નાસાએ પણ માહિતી આપી હતી.