Entertainment

રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં પોલીસ એક્શનમાં, FIR નોંધી

નવી દિલ્હી: અભિનેત્રી રશ્મિકા મંદાનાના (Rashmika Mandanna) ડીપફેક વીડિયો (Deepfake Video) કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. દિલ્હી મહિલા આયોગે આ મામલે પોલીસને નોટિસ પણ મોકલી હતી. જો કે થોડા સમય પહેલા રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ (Vrial Video) થઈ રહ્યો હતો. વાસ્તવમાં તે કોઈ અન્ય છોકરીનો વીડિયો હતો, જેને એડિટ કરીને તેમાં અભિનેત્રીનો ચહેરો મૂકવામાં આવ્યો હતો. જ્યારે રશ્મિકાએ વીડિયો જોયો ત્યારે તેણે સોશિયલ મીડિયા (Social Media) પોસ્ટ દ્વારા તેનું સત્ય જાહેર કર્યું અને તેના પર ચિંતા વ્યક્ત કરી હતી.

આ મામલે 10 નવેમ્બરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં IPC 1860ની કલમ 465 અને 469, IT એક્ટ, 2000ની કલમ 66C અને 66E હેઠળ રશ્મિકા મંદાનાના ડીપફેક AI-જનરેટેડ વીડિયોના કેસમાં FIR નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તેઓએ આ કેસમાં એક ટીમ બનાવીને તેની તપાસ શરૂ કરી છે. આ પહેલા દિલ્હી મહિલા આયોગે પોલીસને નોટિસ મોકલી આરોપી વિરુદ્ધ તપાસની માંગ કરી હતી. આ સાથે તેણે રશ્મિકા વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી. મહિલા આયોગનું કહેવું છે કે તેમને ખબર પડી કે અભિનેત્રીના ફોટા સાથે કોઈએ છેડછાડ કરી છે. આ મામલો ખૂબ જ ગંભીર છે, જેમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

એટલું જ નહિ અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર આ વીડિયો શેર કરીને એલર્ટ જાહેર કર્યું હતું. તેમણે આવા ફેક એડિટિંગ સામે અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે આના પર કડક કાર્યવાહી થવી જોઈએ. બિગ બી ઉપરાંત એવા ઘણા સેલેબ્સ હતા જેમણે ફેક વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

રશ્મિકા મંદાનાના ચહેરાને સુપરઇમ્પોઝ કરીને જે વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં આ વીડિયો ઝારા પટેલ નામની યુવતીનો છે. ઝારા ભારતીય-બ્રિટિશ મૂળની છોકરી છે. ઇન્સ્ટાગ્રામ પર ઝારાના 415 હજાર ફોલોઅર્સ છે. તેણે આ વીડિયો પોતાની ટાઈમલાઈન પર પોસ્ટ કર્યો હતો, જેને એડિટ કરીને રશ્મિકા મંદાનાના ચહેરાને એડ કરવામાં આવ્યો હતો. ઝારાએ આ વીડિયો 9 ઓક્ટોબરે અપલોડ કર્યો હતો.

Most Popular

To Top