Vadodara

શહેરમા ધનતેરસે કરોડો રૂપિયાનું સોનુ ખરીદાયું

વડોદરા: ધનતેરસના દિવસે શહેર મા વિવિધ પ્રકાર ની પૂજાઓ થતી જોવા મળી હતી જેમાં શહેરના ચાર દરવાજામાં બિરાજમાન ગજલક્ષ્મી, મહાલક્ષ્મીના મંદિરોમાં સવારથી જ પૂજન અર્ચન અને અભિષેક સાથેની પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગજલક્ષ્મી મંદિરમાં ધનતેરસની સાંજે 108 દિવડાંથી આરતી કરવામાં આવી હતી ત્યારે ઘડીયાળી પોળમાં આવેલું પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ની બાજુમાં જ સયાજીરાવ ગાયકવાડની ટંકશાળ આવેલી હતી.આ ટંકશાળ મા છપાયેલ પ્રથમ સિક્કા ને મહાલક્ષમી મંદિર મા માતાજી ને અર્પણ કરવામાં આવતો.

આયુર્વેદને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક ઓળખ આપવા માટે કેલેન્ડર મુજબ ધન્વંતરિ જયંતિએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરાઈ હતી ધનતેરસે ધનવંતરિ જયંતિની ઉજવણી ની સાથે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ પણ ઉજવાઈ છે શહેર ના કમાટી બાગ ખાતેથી ૮માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિ.પં.આયુર્વેદ શાખા દ્વારા રેલી ફોર આયુર્વેદમાં ફાર્માસિસ્ટ,તબીબો,ઈન્ટર્ન ડૉક્ટર્સ સહિત નાગરિકો આ રેલી મા જોડાયા હતા.

વડોદરામા 22 કેરેટ ગોલ્ડનો ભાવ રૂ.55,434
શહેરના સોની બજારમાં ઘન તેરસે સવારે 11 વાગ્યાથી ગ્રાહકો સુવર્ણ આભૂષણ ખરીદી કરવા ઉમટી પડ્યા હતા એક જ દિવસમાં કરોડોના સોનાના દાગીના અને લગડીનું વેચાણ થયું હતું. લગ્નની ખરીદી માટે પણ ગ્રાહકો સોનાના દાગીનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા.ધનતેરસ નિમિતે સોના અને ચાંદીની ખરીદી શુકનવંતી માનવામાં આવે છે.

ધનતેરસના દિવસે થયેલી ઘરાકીથી સોનાના વેપારીઓ ખુશ
શહેરના જાણીતા સોનાના વેપારી એ ગુજરાતમિત્ર સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે વડોદરાના સોના માર્કેટમા ભારે ઘરાકી હતી.22 કેરેટ સોનાના દાગીના નો ભાવ 57 હજાર હતો જ્યારે લગડી નો 61,800 હતો વડોદરામા 1,5,10 ગ્રામ લગડી અને ચાંદી ના ઉપર મુજબ ના સિક્કા ઓ નું અને દાગીના નું ઘુમ વેચાણ અને બુકિંગ પણ સારુ થતા સોનાના વેપારીઓ ખુશ છે. -ફારૂક સોની, વેપારી

ધનતેરસે ઝાડુ અને મીઠાનું વેચાણ વધ્યું
એવી માન્યતા છેકે ધનતેરસે સફાઈ માટે વપરાતી જૂની સાવરણી બદલી ને નવી સાવરણી ખરીદવી. અને રામરસ એટલે કે મીઠું ખરીદવા થી ઘરમાં સુખ શાંતિ અને રિદ્ધિ સિદ્ધિ નું આગમન થાય છે. અને ઉપર ની વસ્તુ ખરીદવાથી શુકુન થતું હોવાની માન્યતા છે.

કરોડો રૂપિયાના દાગીનાનું વેચાણ
સોનાના દાગીના અને 1 ગ્રામથી લઈને 10 ગ્રામ સુધીમાં પ્યોર ગોલ્ડની ખરીદી કરવામાં આવે છે. ધનતેરસે વાસણ ખરીદવા તે સદીઓ જૂની પરંપરા છે.

Most Popular

To Top