Vadodara

નબીરાઓની દારૂની મહેફીલ પર પોલીસ ત્રાટકી : 21 ઝડપાયાં

વડોદરા: દિવાળીના તહેવાર પૂર્વે અકોટા વિસ્તારમાં દારૂની પાર્ટી પર પોલીસે દારૂની રેડ કરી હતી. અકોટા વિસ્તારમાં આવેલા ગામઠી નામ વૈભવી બંગલામાં યુવકના જન્મદિવસનીની પાર્ટી યોજાઇ હતી. જેમાં ડીજે વિથ શરાબ સહિતના પાર્ટીમાં નબીરાઓ ડીજે તાલે ઝુમી રહ્યા હતા.તે દરમિયાન ગોત્રી પોલીસે રેડ કરતા પોલીસને જોઇને તેમનો નશો ઉતરી ગયો હતો. જેમાં બંગલામાંથી યુવતીઓ સહિતના 21 ખાનદાની નબીરીઓના ઝડપાઇ ગયા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ બોટલ, 17 મોબાઇલ, ચાર ફોર વ્હીલ કાર, 3 બાઇક મળી 19.34 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

દિવાળીની તહેવાર દરમિયાન કોઇ અનિચ્ચ્છનીય બનાવ બને માટે પોલીસ તંત્ર દ્વારા શહેરમાં વાહન ચેકિંગ, નાઇટ અને ફુટ પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. દરમિયાન ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ આર એન પટેલની સૂચનાથી સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરીમાં નીકળ્યો હતો તે દરમિયાન પીએસઆઇ વી એમ નમશાને બાતમી મળી હતી કે અકોટ વિસ્તારમાં આવેલી અલકા સોસાયટીના ગામઠી નામના વૈભવી બંગલામાં જન્મ દિવસની પાર્ટીને લઇને કેટલાક શખ્સો ભેગા થયા છે અ્ને તમામ દારૂની મહેફીલ માણી રહ્યા છે.

જેના આધારે ગુરુવારે મોડી રાત્રીના સમયે નબીરાઓ નશો કરેલી હાલતમાં ડી જે તાલે ઝુમી રહ્યા હતા. તે દરમિયાન પોલીસની એન્ટ્રી પડતા જ મહિલા સહિતના નબીરાઓનો નશો પણ ઉતરી ગયો હતો. જેમાં પોલીસે બંગલામાંથી મહિલા સહિતના 21 ખાનદાની નબીરાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ સ્થળ પરથી વિદેશી દારૂનો બોટલ 3, ખાલી બોટલ 10, એનર્જી ડ્રિંક 3, નાસતના પેકેટ 9, સોડાની બે લિટરની બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ 21, અલગ અલગ કંપનીના મોબાઇલ 17 રૂ. 4.40 લાખ, ફોર વ્હીલ કાર 4 14 લાખ, ટુ વ્હીલર 3 રૂ. 90 હજાર મળી 19.34 લાખનો મુદ્દામાલ સાથે ખાનદાની નબારીઓના ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

બંગલામાંથી ઇમ્પોર્ટેડ દારૂની બોટલો મળી આવી હતી
જન્મ દિવસની પાર્ટીમાં વગદાર યુવકો અ્ને યુવતીઓ આવ્યા હતા. જેથી બિલ્ડર પુત્ર પોલીસ કાર્યવાહીમાં ધ ગ્લેન વેટ, બકાર્ડી લેમન, બ્રિજર્શ, સ્મીરન ઓફની 10 બોટલ, રેડ લેબલ, બેલીસ ધ ઓરીજીનલ ફ્રેશ ક્રિમ, ઇન્ડિયન ડ્રાય તામરસ જીન મળી આવી હતી. સાથે જ એનર્જી ડ્રિંક રેડબુલ અને કોલ્ડ ડ્રિંક મળી આવ્યા હતા. જો પોલીસ ન આવી હોત તો આ પાર્ટી આખી રાત ચાલે તે પ્રકારની વ્યવસ્થા નબિરાઓ દ્વારા કરવામાં આવી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

કેટલાક નેતાઓએ ભૂતકાળમાંથી શીખ લઇ પોલીસ સ્ટેશન જવાનું ટાળ્યું
ખાનદાની નબીરાઓને છોડાવવા માટે રાજકીય દબાણ લગાવવામાં આવ્યું હતું જો કે નેતાઓએ માત્ર ફોનનો મારો જ ચલાવ્યો હતો. તાજેતરમાં જ પાર્થ પટેલે તેની પત્નીને માર મારવાના ગુનામાં કેટલાક હરખપદુડા ભાજપાના નેતાઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા જો કે ત્યાં તેઓએ અપમાનજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું જેથી કેમેરાથી બચવા માટે આ કિસ્સામાં કોઈ નેતા સમર્થનમાં પોલીસ સ્ટેશન ફરકયો ન હતો માત્ર ફોનથી જ પતાવટ કરવા દબાણ કરવામાં આવ્યું હતું.

ખાનદાની નબીરાઓને બચાવવા રાજકીય દબાણ પણ પોલીસ વશ ન થઇ
અકોટા વિસ્તારમાં ગામઠી બંગલામાં ચાલી રહેલ દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી હતી અને 21 નબીરાઓને ઝડપી પડ્યા હતા. નબીરાઓના માતા પિતા ઊંચી વગ ધરાવતા હોવાથી તેઓને છોડાવવા માટે રાજકીય વગનો પણ ઉપયોગ કર્યો હતો. અને ભાજપાના અગ્રીમ હરોળના નેતાઓ પાસે ફોન પણ કરાવ્યા હતા જો કે પોલીસે તેઓની ચાલવા દીધી ન હતી અને તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વૈભવી બંગલામાં માતા-પિતા અને બે ભાઇઓ રહે છે
અકોટા ગાર્ડન પાસે આવેલા કરોડોના ગામઠી નામના બંગલાના માલિક બિલ્ડર છે અને ઘરમાં વિજય શાહ, તેમના પત્ની બે પુત્રો, વૈભવ શાહ તથા માણિત શાહ રહે છે. આ રહેણાક મકાનમાં વૈભવે પોતાના જન્મ દિવસનીઉજવણીનું આયોજન કર્યું હતું. જેમાં તેને આખા મિત્ર સર્કલનો આમંત્રણ આપ્યું હતું. જેથી મહિલા સહિત 21 જણા પાર્ટી કરવા માટે આવ્યા હતા.

પાર્ટીમાં જમવાનું તથા પાણીના જગ આપનાર યુવકો પણ પોલીસના હાથે ઝડપાઇ ગયા
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બર્થ ડે બોય વૈભવ શાહે પોતાના જન્મ દિવસની પાર્ટી માટે જમવાનો કેટરિંગવાળાને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો જ્યારે બહારથી પાણીના જગ પણ મંગાવ્યા હતા. જ્યારે દારૂની મહેફીલ માણતા હતા ત્યારે જ પોલીસે રેડ કરતા ભોજન તથા પાણીના જગની ડિલિવરી આપવા માટે આવેલા યુવકો પણ ઝડપાઇ ગયા હતા.

દિવાળી જેવા તહેવારમાં નબીરાઓને છોડાવવા માટે પરિવારજનોઅે દોડધામ કરવી પડી
હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે જેમાં ગઈકાલે વાઘબારસની રાત્રે અકોટા વિસ્તારમાં આવેલા એક વૈભવી બંગ્લોમાં દારૂની મહેફીલ ચાલી રહી હતી. જેમાં પોલીસે રેડ કરતા નશાખોરોનો નશો પણ ઉતરી ગયો હતો. રાત્રીના સમયે જ આ તમામ 21 આરોપીઓને ઝડપી પાડી ગોત્રી પોલીસ સ્ટેશન લઈ આવતા આ નબીરાઓના પરિવારજનોમાં ગુરૂવાર રાતથી ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો અને શુક્રવાર બપોર સુધી પોલીસ સ્ટેશનમાં નબીરાઓના પરિવારોના ધામા જોવા મળ્યા હતા.

પોલીસે ગત મોડી રાત્રી દારૂની મહેફીલ પર દરોડો પાડ્યો
અલકાપુરીની અલકા સોસાયટીના આલિશાન બંગલામાં ચાલતી દારૂની મહેફીલ પર બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે નશો કરેલી હાલતમાં 21 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્તળ પરથી દારૂની બોટલ, વોહનો મળી 19.34 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

  • પોલીસે ઝડપી પાડેલા યુવક-યુવતીઓ
  • ગુંજન સિદ્ધાર્થ મહેતા (ઉં. 28) (રહે. અર્થ એમ્બ્રોસીયા, સમા-સાવલી રોડ)
    સિદ્ધાર્થ દિપક મહેતા (ઉં. 28) (રહે. અર્થ એમ્બ્રોસીયા, સમા-સાવલી રોડ)
  • મેઘા ચંચલ સામંતા (ઉં. 25) (રહે. અંશ કોમ્પલેક્ષ, સમા-સાવલી રોડ)
  • પ્રાંજલ દેવાંગ શાંહ (ઉં. 25) (રહે. અમિતનગર, કારેલીબાગ)
  • લક્કી પ્રિન્સ ભટ્ટ (ઉં. 28) (રહે. શિવાની ફ્લેટ, વડોદરા)
  • કોમીલ આશીષ હિંગુલ (ઉં. 29) (રહે. સંધ્યાનગર સોસાયટી, માંજલપુર)
  • ધૈર્ય ભરતકુમાર જોષી (ઉં. 30) (રહે. હરીકૃપા, ગોત્રી)
  • રીયાઝ જમીલઅહેમદ વોરા (ઉં. 32) (રહે. સોદાગર બિલ્ડીંગ, ચાંપાનેર ગેટ)
  • રાહુલ ઉદયભાઇ વૈદ્ય (ઉં. 28) (રહે. ધનંજય સોસાયટી, અકોટા)
  • માણીત વિજય શાહ (ઉં. 21) (રહે. ગામઠીઘર, અલકા સોસાયટી)
  • કૃણાલ દેવેન્દ્ર ખેરા (ઉં. 23) (રહે.ગુલાબવાટીકા સોસાયટી, રાજવી ટાવર)
  • સમીર મનસુખભાઇ ચૌહાણ (ઉં. 32) (રહે.મંગલમુર્તિ સોસા., મધર્સ સ્કુલ પાછળ)
  • રૂષીન રાજેશભાઇ પીસોલકર (ઉં. 29) (રહે. કુંભારવાડા, રાજમહેલ રોડ)
  • નીસીત પંકજ શાહ (ઉં. 27) (રહે. પ્રથમ સોસાયટી, સનફાર્મા રોડ)
  • મીત વિજય પટેલ (ઉં. 27) (રહે. અંબાલાલ પાર્ક, માંજલપુર)
  • મોહિત મીલાપચંદ દોશી (રહે. 24) (રહે. ગીરીરાજ બિલ્ડીંગ, મુંબઇ)
  • પિન્ટુકુમાર મહેદ્રસિંઘ ચંદ્રવંશી (ઉં. 33) (રહે. ખાનપુર, સેવાસી)
  • મુકેશકુમાર શાંતિલાલ ખેર (ઉં. 30) (રહે. પરશુરામ ભઠ્ઠા, સયાજીગંજ)
  • વૈભવ વિજય શાહ (ઉં. 28) (રહે. અલકા સોસાયટી, અકોટા ગાર્ડન પાસે)
  • દિપ વિજયભાઇ શાહ (ઉં. 26) (રહે. વલ્લભ કોમ્પલેક્ષ, ઘડિયાળી પોળ)
  • શાહિલ આતીયાર શેખ (ઉં. 25) (રહે. હસનપાર્ક, જાશપુર, પાદરા)

    Most Popular

    To Top