National

મહુઆ મોઈત્રાની મુશ્કેલી વધી, 500 પાનાનો રિપોર્ટ રજૂ, આ 11 કારણોના લીધે સાંસદ પદ ગુમાવી શકે

નવી દિલ્હી: TMC સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua moitra) મુશ્કેલીઓ હવે વધી છે. એથિક્સ કમિટીએ તપાસ બાદ પોતાનો 500 પેજનો રિપોર્ટ (Report) રજુ કર્યો છે. જેમાં મહુઆ મોઇત્રાની સાંસદ પદ રદ કરવાની માંગ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહુઆ મોઇત્રાએ જે કર્યું તે અત્યંત વાંધાજનક, અનૈતિક અને ગુના સમાન છે.

મળેલી માહિતી મુજબ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આરોપો લગાવ્યા હતાં કે મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લીધા હતા અને પીએમ મોદી અને સંસદમાં બિઝનેસમેન ગૌતમ અદાણી પર નિશાન સાધવા પ્રશ્નો પૂછ્યા હતા. આ સિવાય મહુઆ મોઇત્રા પર તેણીનો સંસદ લોગિન પાસવર્ડ દર્શન હિરાનંદાની સાથે શેર કરવાનો પણ આરોપ છે.

આ 11 આરોપોના પરિણામ સ્વરુપે મહુઆ મોઇત્રાની સભ્યપદ રદ થઇ શકે છે

  1. એથિક્સ પેનલે ડ્રાફ્ટ રિપોર્ટ જણાવ્યુ છે કે, સાંસદ મહુઆ મોઇત્રા 1 જાન્યુઆરી 2019થી 30 સપ્ટેમ્બર 2023 વચ્ચે 4 વાર દુબઇ ગઇ હતી.
  2. ગૃહ મંત્રાલયે એથિક્સ કમીટીને કહ્યુ કે ગૃહના ઘણા દસ્તાવેજો સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ નથી હોતા. જેને ડ્રાફ્ટમાં રાખવામાં આવે છે અને તેમાં સભ્યોની વિચારણાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેની સાથે મોઇત્રાના કારણે છેડછાડ થઇ હતી.
  3. મહુઆ મોઇત્રાના ગુનાઓ માટે કડક સજાની માંગ કરવામાં આવી છે, જેમાં 17મી લોકસભાના સભ્યપદમાંથી મહુઆનું સંસદ સભ્યપદ રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
  4. IT મંત્રાલયની એથિક્સ કમિટીને આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, તેના લોગિન આઇડી ને ઓપરેટ કરવા માટે એક જ IP એડ્રેસનો ઉપયોગ કરાયો હતો.
  5. ડ્રાફ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મોઇત્રાએ સંસદીય વિશેષ ધિકારનું ઉલ્લંઘન અને ગૃહની અવમાનના કરી છે.
  6. મોઇત્રાએ ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી રોકડ, લક્ઝરી વસ્તુઓ, તેના બંગલાના રિનોવેશન, મુસાફરી માટે થયેલો ખર્ચ અને રજાઓ સહિતની ઘણી વસ્તુઓ અને સેવાઓની માંગણી કરી હતી.
  7. હિરાનંદાનીએ મોઇત્રાને જે ભેટ આપી હતી તેમાં, એક હર્મેસ સ્કાર્ફ, બોબી બ્રાઉન મેકઅપ અને ફ્રી-ટુ-યુઝ કારનો સમાવેશ થાય છે. મોઇત્રાએ ગિફ્ટ સ્વીકારવાની અને હિરાનંદાનીની કારનો ઉપયોગ કર્યાની કબૂલાત કરી છે.
  8. ગિફ્ટ અને સેવાઓના વિષયમાં મોઇત્રા અને હિરાનંદાનીના નિવેદનો વિરોધાભાસી છે.
  9. લૉગિન ઓળખપત્રોને અનધિકૃત તત્વોને સોંપવાથી તેઓને સિસ્ટમ ઍક્સેસ સાથે છેડછાડ કરવાની તક મળી જાય છે. સૌ પ્રથમ તો રાજ્ય અને નોન-સ્ટેટ સાયબર સેક્ટર્સને જે પરિસથિતીઓનો સામનો કરવો પડી રઙ્યો છે તેના ઉપરથી કહી શકાય કે દેશની સુરક્ષા અને સાંસદની માહિતીને સુરક્ષીત રાખવામાં સાયબર સેક્ટરને મયશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
  10. આવા તત્વો સિસ્ટમમાં કોઇ પ્રકારની માહિતી કે વાઇરસ દાખલ કરી શકે છે. જે ખોટા દસ્તાવેજો કે ફેક નેગેટીવ બનાવી રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરી શકે છે.
  11. દર્શન હિરાનંદાની ભારતીય નાગરિક છે, પરંતુ એવું તેની પાસે UAEનો ગ્રીન કાર્ડ છે. તેમજ તેના સંબંધીઓ પણ વિદેશી નાગરિક છે. જેથી સંવેદનશીલ માહિતીઓ વિદેશી એજન્સીઓને લીક થવાનું ગંભીર જોખમ ઊભું થાય છે.

Most Popular

To Top