ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજથી ત્રણ દિવસ માટે મધ્યપ્રદેશમાં (Madhya Pardesh) ભાજપના (BJP) સમર્થનમાં સભાઓને સંબોધન કરી રહ્યા છે. એક તબક્કે કોંગ્રેસનો (Congress) ક બોલ્યા વગર દાદાએ ભાજપાના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો. ભાજપ મધ્યપ્રદેશની પ્રજા માટે આગામી પાંચ વર્ષ દરમ્યાન શું કરવા માંગે છે, તેનો સીધો મુદ્દો દાદાએ પ્રચારમાં હાથ પર લીધો હતો. ત્રણ દિવસ દરમ્યાન સીએમ પટેલ સમગ્રતયા 7 જેટલી જનસભાઓને સંબોધન કરવાના છે.
મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના નિર્ધારિત કરાયેલા પ્રચાર કાર્યક્રમ અનુસાર ભૂપેન્દ્ર પટેલ તા. 7 નવેમ્બરે રતલામ જિલ્લાના ધામનોદ, મંદસૌર જિલ્લાના નારાયણ ગઢ અને નિમચ જિલ્લાના બરલઇમાં જાહેર સભાઓ સંબોધશે. આવતીકાલે તા. 8મી નવેમ્બરે જાબુઆ જિલ્લાના રાયપૂરીયા તેમજ શાજાપૂર જિલ્લાના ચોસલા કુલમીની જનસભાઓનો સંબોધન કરશે. જ્યારે ત્રીજા દિવસ તા. 9 નવેમ્બરે રતલામ જિલ્લાના સૈલાના અને જાબુઆ જિલ્લાના નારેલામાં ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ સંબોધન કરીને સાંજે ગાંધીનગર પરત આવશે.
મંગળવારે PM મોદી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની મુલાકાતે ગયા
દેશના બે રાજ્યો મિઝોરમ અને છત્તીસગઢમાં મતદાનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (7 નવેમ્બર 2023)ના રોજ ઝડપી ચૂંટણી પ્રવાસે ગયા હતા. તેઓ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં જાહેર સભાઓને સંબોધિત કર્યા હતા. જ્યારે તેલંગાણામાં તેઓએ આજે સાંજે BC આત્મા ગૌરવ સભાને સંબોધિત કરી હતી. PM મોદીનો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે છત્તીસગઢના બિશ્રામપુરમાં શરૂ થયો હતો. જ્યાં તેમણે ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી. તે પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1.15 વાગ્યે મધ્યપ્રદેશના સિધી ગયા, જ્યાં તેઓએ ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી. આ પછી પીએમ તેલંગાણા ગયા જ્યાં તેઓ સાંજે 5.30 વાગ્યે હૈદરાબાદમાં ‘BC આત્મા ગૌરવ સભા’ને સંબોધિત કરી હતી.