Gujarat

રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીઓને અકસ્માત નડ્યો: વિજય રૂપાણીના ચાલકે બાઈકર્સને ઉડાવ્યો

ગાંધીનગર: (Gandhinagar) આજે રાજ્યમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓને વાહન અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં અમદાવાદ લીંબડી હાઇવે પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પાયલોટિંગ કાર (Car) એક બાઈક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે હળવદ નજીક પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કાર એક ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો.

  • રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીઓને અકસ્માત નડ્યો: વિજય રૂપાણીના ચાલકે બાઈકર્સને ઉડાવ્યો
  • સુરેન્દ્રનગર નજીક વિજય રૂપાણીના પાયલોટિંગ કારની બાઈક સાથે ટક્કર થતાં રૂપાણીએ કાફલો અટકાવી ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડ્યો
  • સુરેશ મહેતાની કાર ટ્રક સાથે અથડાઈ

પૂર્વ મુખ્યમંત્રીઓને નડેલા અકસ્માતની મળતી માહિતી મુજબ અમદાવાદ લીમડી ધોરીમાર્ગ ઉપર ચોરણીયા ગામના પાટીયા પાસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેમની પાયલોટિંગ કાર બાઈક સાથે અથડાતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માત થતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાફલો રસ્તા પર જ અટકી ગયો હતો અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની કાર હળવદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે, એક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં સદનસીબે સુરેશ મહેતાને કોઈ ઇજાઓ થવા પામી ન હતી. અકસ્માત બાદ સલામત રીતે સુરેશ મહેતાને બીજી કારમાં માંડવી રવાના કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top