અમદાવાદ: રાજસ્થાન જતા શામળાજી રોડ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં રોંગ સાઈડ જતી એક કાર ખાનગી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં મોડાસાના રહેવાસી ચાર યુવકોના મોત થયા છે, જ્યારે એક ઘાયલ હોવાના અહેવાલ સાંપડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શામળાજીથી 6 કિમી દૂર રાજસ્થાનમાં રોંગ સાઇડ પર જતી કાર ખાનગી ટ્રાવેર્લ્સ્ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ અરવલ્લીના મોડાસાના રહેવાસી એવા ચાર યુવાનોના મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ગુજરાત-રાજસ્થાન સરહદે ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઇવે 48 પર કાર અને ટ્રાવેર્લ્સ્ વચ્ચે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડુંગરપૂરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે યુવાનો કારને રોંગ સાઇડ પર હંકારી રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે આવતી ખાનગી ટ્રાવેર્લ્સ્ સાથે અથડાઇ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારની આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતાં. આ અકસ્માતમાં અરવલ્લીના મોડાસાના રહેવાસી ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ વીંછીવાળા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ભારે પ્રયાસો બાદ યુવકોના મૃતદેહોને કારમાંથી કાઢ્યાં પછી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા હતાં.
પોલીસ તપાસમાં જાણવાં મળ્યું છે કે, મોડી રાતે શામળાજીથી 6 કિમી દૂર રાજસ્થાનમાં નેશનલ હાઈવે નંબર 48 પર ખુજરીના નાળા પાસે ગુજરાત પાસિંગની કાર રોંગ સાઈડ જઈ રહી હતી. ત્યારે આ કાર ખાનગી બસ સાથે ટકરાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકો શામળાજી પાસેના ગેડ, વેણપૂર, ખારી, અને પાંડરવાડા ગામના રહેવાસી છે. ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતમાં ગાડીને બહુ ખરાબ રીતે નુકસાન થયું હતું. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.