આણંદ: આણંદ જિલ્લામાંથી વર્ગ ૩ કક્ષાએ ફરજ બજાવતા આઠ કર્મચારીઓની વર્ગ ૨ તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે. પ્રમોશન સાથે બદલી પામેલ તમામ આઠ કર્મચારીઓની વિવિધ જીલ્લામાં નિમણૂક આપવામાં આવી છે.
આણંદ જીલ્લામાં વિવિધ કચેરીઓમાં નાયબ મામલતદાર, શિરસ્તેદાર અને પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઓને પ્રમોશન બદલીનો લાભ મળ્યો છે.
આ યાદીમાં આણંદ જિલ્લામાંથી દિનેશ જોશીને વડોદરા જિલ્લામાં સીટી મામલતદાર તરીકે, શૈલેન્દ્ર પરમારને દાહોદ જિલ્લામાં ઝાલોદ મામલતદાર તરીકે, કમલેશ વાળંદને ભાવનગર જિલ્લામાં પાલીતાણા મામલતદાર તરીકે, જીગર પટેલ જુનાગઢ જિલ્લામાં માલીયા તાલુકા મામલતદાર તરીકે, મયુર પ્રજાપતિ ખેડા જિલ્લામાં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કલેક્ટરાલય ખેડા ખાતે, વિપુલભાઈ બારોટ જામનગર જિલ્લામાં પ્રોટોકોલ જામનગર મામલતદાર તરીકે, સોમભાઈ સીંધવ મહેસાણા જિલ્લામાં વડનગર મામલતદાર તરીકે અને રાજેશ કાનુડાવાલા બોટાદ જિલ્લામાં ચૂંટણી મામલતદાર કલેક્ટરાલય બોટાદ ખાતે પ્રમોશન સાથે બદલી પામેલ છે. અન્ય જિલ્લાઓમાંથી પ્રમોશન પામેલ બે નાયબ મામલતદારની આણંદ જિલ્લામાં મામલતદાર તરીકે નિમણુંક આપવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સ્મિતાબેન શાહ આંકલાવ મામલતદાર તરીકે નિયુક્ત થયેલ છે. ખેડા જિલ્લામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જયેશ તળપદાને પ્રમોશન બદલી સાથે તારાપુર તાલુકામાં મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
15 નાયબ મામલતદારની બઢતી સાથે બદલી
રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા 55 મામલતદારોની બદલી અને 162 નાયબ મામલતદારોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ અન્વયે ખેડા જિલ્લાના અનેક મામલતદારોની બદલી થઈ છે, જ્યારે નાયબ મામલતદારોને બઢતી સાથે બદલી મળી છે. આ સાથે જ નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદારની બદલી કરાઈ છે. નડિયાદ ગ્રામ્ય મામલતદાર તરીકે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના બી.બી. લખતરીયાની બદલી કરાઈ છે,
જ્યારે નર્મદાના સાગબારા તાલુકાના એસ.વી. બામ્ભરોલીયાની બદલી નડિયાદ શહેર મામલતદાર તરીકે કરવામાં આવી છે. જ્યારે જયેશભાઈ તળપદા મામલતદાર, તારાપૂર તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે. આ ઉપરાંત સરોજબેન ચૌહાણ – એડિસનલ ચિટનીસ, ખેડા, હર્ષદ ભોઈ, ગોધરા, રાજેશ વાઘેલા, બાલાસિનોર, હર્ષદ વાઘેલા, એડિશનલ ચિટનીસ, અમદાવાદ, ધર્મેન્દ્ર પટેલ, શહેરા, રજનીકાંત મકવાણા, પાવી-જેતપુર, નિમેષ પારેખ, ઉમરેઠ, ઇશાક મહંમદ પઠાણ, સંતરામપુર, શૈલેષ બારીયા, સાવરકુંડલા, દિનેશ પટેલ, જુનાગઢ, મનહરસિહ સોલંકી, વૈધ્ય, અમરેલી, પાઉલભાઇ ખ્રિસ્તી, ઇલેક્શન મામલતદાર, જુનાગઢ, અલ્પેશ જોશી, ધોરાજી અને શૈલેષ ચાવડા, રાજકોટ સીટી-પુર્વ મામલતદાર તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે.