National

PM મોદી દિલ્હીના રામલીલા મેદાનમાં, કહ્યું- આવતા વર્ષે રામ મંદિરેથી ઉજવાશે ભવ્ય વિજયાદશમી

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) વિવિધ સ્થળોએ રાવણ દહન થાય છે. પીએમ મોદી (PM Modi) દ્વારકાના રામલીલા મેદાનમાં (Ramleela Maidan) રાવણનું દહન કરશે. અહીં રાવણ, મેઘનાદ અને કુંભકરણના પૂતળા સિવાય ચોથું પૂતળું એક રાક્ષસનું પણ બનાવવામાં આવ્યું છે, જે મહિલાઓ પર દુષ્કર્મના વિરોધમાં મૂકવામાં આવ્યો છે. દરમિયાન લાલ કિલ્લાના મેદાનમાં આયોજિત લવકુશ રામલીલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાવણનું દહન કરશે. અભિનેત્રી કંગના રનૌત પણ અહીં ગેસ્ટ તરીકે હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના દ્વારકા રામલીલા મેદાન પહોંચ્યા છે. અહીં તે રાવણનું દહન કરશે. આ કાર્યક્રમમાં રાવણ, કુંભકરણ અને મેઘનાથ ઉપરાંત અન્ય પૂતળા પણ બનાવવામાં આવ્યા છે. આ પુતળું મહિલાઓ પર થતા ગુનાઓના વિરોધમાં બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહ્યું કે સદીઓની રાહનો અંત આવી રહ્યો છે. રામ મંદિરનું નિર્માણ આપણી જીત સમાન છે. ભગવાન રામ આવવાના છે. વડાપ્રધાને ‘ભય મણિપત કૃપાલા’નો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આ અત્યાચારી રાવણ પર ભગવાન રામની જીતનો તહેવાર છે. અમે વિજય દશમીની ઉજવણી કરી રહ્યા છીએ, જ્યારે અમે ચંદ્રના વિજયના બે મહિના પૂર્ણ કર્યા છે. વિજયાદશમી પર શસ્ત્ર પૂજનનો રિવાજ છે, આપણે શસ્ત્રોની પૂજા રક્ષા માટે કરીએ છીએ, હુમલા માટે નહીં.

Most Popular

To Top