સુરત (Surat): શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રમતા રમતા 14 મહિનાનો બાળક 3 સેન્ટીમીટર લાંબી ખતરનાક વસ્તુ ગળી ગયો હતો. બાળક રડવા લાગતા પરિવારજનોને તેના ગળામાં કંઈક ફસાયું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. પરિવાર બાળકને નવી સિવિલમાં લઈ ગયો હતો જ્યાં તબીબોએ સર્જરી કરી તે વસ્તુ કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના શહેરના પાંડેસરા વિસ્તારની છે. અઙીં 14 મહિનાનો માસૂમ બાળક રમતા રમતા 3 સેન્ટીમીટર લાંબો ઈલેક્ટ્રીક સોકેટ ગળી ગયો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. બાળકની અન્નનળીમાં ઇલેક્ટ્રિક સોકેટ ફસાઈ જતા પરિવાર દોડતું થઈ ગયું હતું. તાત્કાલિક બાળકને નવી સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબોએ સર્જરી કરી બાળકનો જીવ બચાવી લેતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો એ જણાવ્યું હતું કે, પાંડેસરાના બાલાજી નગરમાં રહેતા દીપચંદ સહાનીનો 14 મહિનાનો પુત્ર દિવ્યાંગ રવિવારની સાંજે રમતા રમતા ઇલેક્ટ્રિક સોકેટ ગળી ગયો હતો. માતા-પિતાને ધ્યાન પર આવતા તેઓ દોડતા થઈ ગયા હતા. સિવિલ લઈ આવતા એક્સ-રે માં ઇલેક્ટ્રિક સોકેટ અન્નનળીમાં ફસાયેલો હોવાનું બહાર આવ્યું હતું. તાત્કાલિક બાળકને દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી.
પરિવારે જણાવ્યું હતું કે, ઘટના સમયે માસુમ દિવ્યાંગ 6 વર્ષની પુત્રી દીપિકા અને 8 વર્ષની દીપશિખા સાથે ઘરની બાલ્કનીમા રમતા રમતા ધાતુનો સોકેલ ગળી જતા રડવા લાગ્યો હતો. માતા મીનાબેન ખાનગી હોસ્પિટલમાં લઇ ગઇ હતા. જ્યાં એક્સ-રેમાં ધાતુની ચીજ દેખાઇ હતી. પણ અહીં સારવાર માટે 30 હજારનો ખર્ચ કહેવામાં આવ્યો હતો. આર્થિક સ્થિતિ સારી નહીં હોય પરિવાર બાળકને નવી સિવિલમાં લઇ આવ્યા હતા.
ઈએનટી એટલે કે નાક- કાન- ગળા વિભાગના વડા ડો.જૈમીન કોન્ટ્રાકટર સાથે ટીમે મોઢામાં દુરબીન અને ચીપિયો નાંખીને ટેકનીકનો ઉપયોગ કરીને બાળકના ગળામાંથી ધાતુનો સોકેટને પોણો કલાકમાં બહાર કાઢી લીધું હતું. આ 3 સેન્ટીમીટર લાબું સોકેટ હતું. અહી સર્જરી નિઃશુલ્ક થઇ હતી.