Charchapatra

હિંદના આધુનિકરણનો મશાલચી મેકોલે હતો

હમણાં pioneer of india’s modernisaltion macanlay નામનું પુસ્તક વાંચ્યું છે જેના લેખક જરીર મસાણી છે. અંગ્રેજો પ્રથમ સુરત બંદરે ઉતર્યા પછી તેમની માયાજાળ ફેલાવી વેપારી કંપનીમાંથી કંપનીએ તો સરકારો કબજેક રવા માંડી અને એક આખુ સામ્રાજય પેદા કરી દીધું. સવાલ એ થાય છે કે આણા હિંદુ રાજાઓ અને તેમના માથા પર બેસનારા બ્રાહ્મણો કરતા શું હતા? રાજાઓ પર બ્રાહ્મણોનો અંકુશ હતો એ વાત કરોડો હિંદુસ્તાની જાણતા નથી એ અંકુશ જવાબદારી વગરની રાજ સત્તા જેવો હતો. અંગ્રેજો હિંદમાં આવ્યા ત્યારે જાણે કોઇ જંગલી વસાહતમાં આવી ગયા હોય એવો માહોલ હતો. 85 ટકા હિંદીઓ અભણ હતા.

કોઇ ધંધારોજગાર નહીં પરિણામે ચોરી લૂંટફાટ બેહદની હતી. એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જવા વળાવીયા રક્ષકો તરીકે લઇ જવા પડતા. બુકાનીધારી પીંઢારા મોટી મોટી જાન લૂંટી લેતા. પરિણામે ગવર્નર જનરલ વોરન હેસ્ટીંગે પીંઢારાઓ સામે યુધ્ધ જાહેર કરવું પડયું. તો એ જમાનામાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કેવી ભયાનક હશે તેનો અંદાજ આવે છે. અંગ્રેજો હિંદીમાં આવ્યા, જોયું તો આઘાત પામ્યા, ગરીબી અને બેહાલી વ્યાપક હતા. મેકોલેએ બ્રીટીશ સંસદમાં કહ્યું મોગલો તો રોમન રાજાઓની જેમ કમજોર થઇ ગયા છે.

જનતા ધૂળ ભેગી થઇ ગઇ છે. જે નામના રાજા છે તે તો લોકો પર જુલમ કરે છે. સર્વત્ર અરાજકતા છવાઇ ગયેલી હતી. મેકોલેએ બ્રીટીશ સંસદમાં કહેલું બ્રીટીશ રાજ જનતા માટે માવતર જેવું થઇ જશે અને પુરાણા ગ્રીસ રોમની જેમ દેશની સંસ્થાઓનું ઘડતર કરવું જોઇએ. વહિવટી તંત્રમાન દેશી લોકોને દાખલ કરવા જોઇએ જેથી તેઓ વહિવટ ચલાવતા શીખે. જનતામાં શિક્ષણનો ફેલાવો કરવો જરૂરી છે આ શિક્ષણને પરિણામે દેશી લોકો આઝાદી પણ માંગવા માંગશે એવી શકયતાઓ છે, છતાં શિક્ષણ અને આધુનિક વિજ્ઞાનનો પ્રચાર તેમનામાં કરવો જોઇએ… મેકોલે બ્રીટીશ સંસદમાં બોલ્યા આપણા સુધારાઓને પરિણામે જનમાનસ વિકસશે અને સારી સરકારો જનતાને સુઘડ, સંસ્કારી, શિક્ષીત રીતે જીવતા શિખવશે. યુરોપના જ્ઞાનનો સંપર્ક થતા હિંદના લોકો યુરોપ જેવી ચીજવસ્તુઓ, રસ્તા, મકાન, આરોગ્ય, શિક્ષણ અને જીવન જીવવાની સારી કળાઓ પણ માંગવા માંડશે.
સુરત              – ભરત પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે .

Most Popular

To Top