SURAT

સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આગ લાગતા આટલા વાહનો સળગી ગયા

સુરત: સુરત શહેરના ચોક બજાર (Chowk Bazar) વિસ્તારમાં આવેલા ડીસીબી પોલીસ સ્ટેશન (ફૂરજા)માં (DCB Police Station) શુક્રવારની રાત્રે આગ ભડકી ઉઠી હતી. વિવિધ ગુનામાં (Crime) પકડાયેલા વાહનો જ્યાં પાર્ક (Park) કરવામાં આવ્યા હતા ત્યાં આગ (Fire) લાગતા વાહનો સળગી (Burnet) ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આ આગની ઘટનામાં 13 ટુવ્હીલર અને એક કાર બળીને ખાક થયા હોવાની માહિતી સાંપડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચોકબજાર ખાતે આવેલી સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનના પરિસરમાં પાર્ક વાહનોમાં શુક્રવારની મોડી રાત્રે રહસ્યમય સંજોગોમાં આગ લાગી હતી. પરીણામે પરીસરમાં ભાગદોડ શરુ થઈ ગઇ હતી. જોત જોતામાં આગ ભીષણ બની જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના મધરાત્રિની હતી. ડીસીબી પોલીસ સ્ટેશન પરિસરમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગ ભીષણ બની ગઈ હતી. એક પછી એક વાહનોને આગે લપેટમાં લેતા વાહનો સળગી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોનોએ આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

વધુમાં ફાયર ઓફિસર બળવંત રાજપૂતે જણાવ્યું હતું કે, આગની લપેટમાં આવવાથી 13 ટૂ વ્હીલર અને એક ફોર વ્હીલર બળીને ખાક થઈ ગયા હતા. જોકે સળગતા વાહનોની આજુબાજુમાં પડેલા ટૂ વ્હીલર અને ફોર વ્હીલ સહીત 30થી વધુ વાહનો બચાવી લેવામાં આવ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.

ગઈ કાલે BRTS બસમાં પણ આગ લાગી હતી
હજી ગઈ કાલે જ આગની એક ઘટના બની હતી. જેમાં વેડરોડ ઉપર ચાલુ BRTS બસમાં આગ લાગી હતી. આ બસમાં 7 જેટલા મુસાફરો સવારી કરી રહ્યા હતા. તમામ મુસાફરોનો બચાવી લેવાયા હતા. આ આગ બેટરીમાં સ્પાર્ક લાગવાથી લાગી હતી. જોકે નજીકના BRTS સ્ટેશનનો સંપર્ક કરાતા કતારગામથી રેસક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

Most Popular

To Top