વડોદરા: આદ્ય શક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી ધીમે ધીમે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે. નવલા નોરતાની વડોદરાવાસીઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માઈ ભક્તિની આરાધનામાં લિન બનાય છે. વિવિધ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા વૃંદોની સથવારે ખેલૈયાઓ ઘેલા બનીને ગરબે ઘુમવાનો આનંદ લઇ રહ્યા છે. રાતે 9 કલાકથી ગરબા ગ્રાઉન્ડ ઉપર પહોંચી પોતાના ગ્રુપ સાથે ઉત્સાહભેર ગરબે રમી રહ્યા છે. શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ હાલ હાઉસ ફૂલ જોવા મળી રહ્યા છે. મોટા આયોજનોમાં ગ્રાઉન્ડ ઉપર કીડિયારું ઉભરાઈ રહ્યું છે તો શેરી ગરબા તેમજ એપાર્ટમેન્ટ ખાતે થયેલ આયોજનોમાં પણ ખેલૈયાઓ એટલા જ ઉત્સાહ સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે.
શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર હાલ રંગત જામી છે. અંતિમ દિવસોમાં તેમાંય ખાસ કરીને શનિ રવિની રજાઓમાં હજુ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી આનંદ માણશે.
આસમાની રંગની ચૂંદડી રે… માની ચૂંદડી લહેરાણી…
By
Posted on