બોરસદ : આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ અને ફુડ વિભાગ દ્વારા આંકલાવ પાસેથી 519 કિલો ભેળસેળયુક્ત દૂધનો માવો પકડી પાડ્યો હતો. આ માવો મુંબઇ મોકલવાનો હતો. આ અંગે તપાસ કરતાં આ દૂધનો માવો બોરસદના વેપારીઓએ બનાવ્યો હોવાનું ખુલ્યું હતું. આથી, આ વેપારી સામે કાર્યવાહી માટે ધમધમાટ શરૂ થયો છે. આણંદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર એન.વી. મહેતાએ જણાવ્યું હતું કે, આંકલાવ તાલુકાના કંથારીયા પાસે વાસદ – બોરસદ રોડ પર બોરસદ, પેટલાદ, સોજિત્રા તરફથી વડોદરા તરફ જઇ રહેલા ટેમ્પીમાં શંકાસ્પદ દૂધનો માવો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી 14મી ઓક્ટોબરના રોજ ટેમ્પી પકડી પાડી હતી.
પ્રાથમિક તપાસમાં આ માવો સુરેન્દ્રકુમાર મોહનભાઈ યાદવ, એસ.એમ. માવાવાલા (મુ.કિંખલોડ,તા. બોરસદ), રાજ બહાદુર ગંગાધીન યાદવ, રાજ બહાદુર માવાવાલા (મુ. વડેલી, તા. બોરસદ), રામચંદ્ર સાલીકરામ યાદવ, રામચંદ્ર માવાવાલા (મુ. બોચાસણ, તા. બોરસદ), અર્જુન રામસુંદર વર્મા, અર્જુન માવાવાલા (મુ. ડભાસી, તા. બોરસદ), શિવબરણ રામસુંદર વર્મા, શિવબરણ માવાવાલા (મુ. પો.અમીયાદ, તા. બોરસદ), રામ શિરોમણી છઠીરાજ, શ્રીરાધે શ્યામ માવાવાલા (મુ. કાવીઠા, તા. બોરસદ), મોહિત પૂર્ણમાસી યાદવ, જેએમ માવાવાલા (મુ. માણેજ, તા.પેટલાદ), બિંદ બહાદુર રામકુમાર યાદવ (મુ. આમોદ, તા. પેટલાદ), સુરેશકુમાર દેવરાજ યાદવ, સુરેશ માવાવાલા (મુ. નવાખલ, તા. આંકલાવ), પરસોત્તમ રામનરેશ યાદવ, વિજય લક્ષ્મી માવાવાલા (મુ. ત્રંબોવડ, તા. સોજિત્રા) અને રામ અજોર યાદવ, શિવ ડેરી, (મુ. ભલાડા, તા. માતર)ના હોવાનું જણાયું હતું. જે અંગે ફુડ વિભાગે શંકાસ્પદ માવાના નમુના પૃથ્થકરણ અર્થે મોકલી દેવામાં આવ્યાં છે.
પરપ્રાંતિયાેથી ચાલતી ડેરીઆે શંકાના દાયરામાં આવી
આંકલાવ પાસે પકડાયેલા શંકાસ્પદ દૂધના માવાના કેસમાં ફૂડવિભાગે તપાસ હાથ ધરી છે. જેમાં માેટાભાગના વેપારી પરપ્રાંતના હાેવાનું જણાયું છે. આ વેપારીઆે દ્વારા વિવિધ વસ્તુઆેની ભેળસેળ કરી માવાે બનાવતા હાેવાની શંકાઆે ઉઠી છે. જેના પગલે આગામી દિવસાેમાં ફૂડ વિભાગ દ્વારા માેટી સંખ્યામાં આવા વેપારીઆે સામે અભિયાન હાથ ધરવામાં આવે તેવી શક્યતા જાેવા મળી રહી છે.