Dakshin Gujarat

મહુવરિયામાં અંબિકા નદી કિનારે મધરાત્રે તાંત્રિક વિધિની આશંકાને પગલે લોકો ભયમાં

અનાવલ: (Anaval) મહુવાના મહુવરિયા ગામે અંબિકા નદીના (River) કિનારે રાત્રિના સમયે કેટલાક ઈસમો દીવા કરી વિધિ કરતા હોય ત્યારે તાંત્રિક વિધિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે ભયનો માહોલ છવાઇ જતાં મહુવા પોલીસને (Police) જાણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના મહુવરિયા ખાતે અંબિકા નદીમાં અવારનવાર રાત્રિના સમયે વિધિઓ કરવામાં આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ રહે છે. ત્યારે પુનઃ રાત્રે કેટલાક ઈસમો દીવા લઇ કુંડાળું કરી વિધિ કરતા જોઈ સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

  • મહુવરિયામાં અંબિકા નદી કિનારે મધરાત્રે તાંત્રિક વિધિની આશંકા
  • અંબિકા નદીના કિનારે રાત્રિના સમયે તાંત્રિક વિધિ કરવામાં આવતી હોવાનો લોકોનો આક્ષેપ
  • રાત્રે કેટલાક ઈસમો દીવા લઇ કુંડાળું કરી વિધિ કરતા દેખાયા

સ્થાનિકોએ અહીં તાંત્રિક વિધિ કરતા હોવાની શંકા હોવાથી ઘટના સ્થળે પહોંચી મહુવા પોલીસને જાણ કરી હતી. મહુવા પોલીસ રાત્રિના સમયે જ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિકો દ્વારા વિધિ કરતા લોકોનો ઉધડો લેવામાં આવ્યો હતો. જો કે, મહુવા પોલીસ દ્વારા વિધિ કરનાર લોકોનાં નિવેદનો લઇ તપાસ હાથ ધરાઈ છે. રાત્રિના સમયે વિધિ કરતા લોકો સામે સ્થાનિક જનતા રોષ વ્યક્ત કરી રહી છે.

ઝઘડિયાના કપલસાડી માર્ગ પર ટેમ્પો પલટી મારતાં 20થી વધુ કામદાર ઈજાગ્રસ્ત
ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી DCM શ્રીરામ કંપનીમાં મજૂરીકામ કરતા કામદારો કંપનીથી પરત કપલસાડી તેઓના રૂમ ઉપર જવા માટે નીકળ્યા હતા. ટેમ્પો નં.(GJ 19 Y 0759)માં સવાર થઈ કામદારો જઈ રહ્યા હતા. દરમિયાન કપલસાડી માર્ગ પર આવતા વળાંક પાસે ટેમ્પોચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બાદ ટેમ્પો રસ્તા વચ્ચે જ પલટી મારી જતાં ટેમ્પોમાં સવાર 21 જેટલા કામદારોને નાની-મોટી ઈજા પહોંચી હતી. બાદ 108 એમ્બ્યુલન્સ થકી તમામ કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ ઝઘડિયા પોલીસને થતાં પોલીસે મામલે સ્થળ ઉપર પહોંચી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના નીતિ-નિયમોને નેવે મૂકી ટેમ્પોમાં અસંખ્ય મજૂરોને બેફામ અને બિનધાસ્ત અંદાજમાં જીઆઈડીસી વિસ્તારોમાં મજૂરીકામ અર્થે લઈ જવામાં આવે છે ત્યારે આ પ્રકારે નીતિ-નિયમો વિરુદ્ધ બિનધાસ્ત દોડતાં વાહનો સામે પોલીસ વિભાગે કડકાઇ દાખવવી જોઈએ.

Most Popular

To Top