સુરત (Surat): મહારાષ્ટ્રના (Maharashtra) પાલગઢ (Palgadh) નજીક સરકારી બસે (Bus) બાઇક (Bike) સવાર યુવકને અડફેટે (Accident) લઈ ભાગી જતા ઇજાગ્રસ્ત યુવકનું સુરત સિવિલ હોસ્પિટલમાં (SuratNewsCivilHospital) સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું હતું.
મૃતકના ભાઈ શ્રીકાંતએ જણાવ્યું હતું કે રવિવારે બન્ને બાળકોને હેર કટિંગની દુકાન પર વાળ કાપવા માટે બેસાડી બાઇકમાં પેટ્રોલ ભરાવવા નીકળેલા દિવ્યેશને કાળમુખી બસ ભરખી ગઈ હતી. દિવ્યેશ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
શ્રીકાંતે વધુમાં જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના પાલગઢ નજીકના વિક્રમગઢ પાસેના યશવંત નગરમાં રહે છે. ખેતીમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. રવિવારની સવારે ભાઈ દિવ્યેશ એના બન્ને બાળકો એ લઈ વિક્રમગઢ વાળ કપાવવા ગયો હતો. જ્યાં બાળકોને બેસાડી પેટ્રોલ ભરાવવા જતા 500 મીટર દૂર એક બસે દિવ્યેશની બાઇકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘટના બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા અને દિવ્યેશને સારવાર માટે નજીકના સરકારી દવાખાને લઈ ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર થી દિવ્યેશને વધુ સારવાર માટે વલસાડ સિવિલ રીફર કરાયો હતો. જયાંથી મધરાત્રે સુરત ખસેડાતા આજે સવારે એનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ પોલીસ તપાસ ચાલુ છે. સરકારી બસ પોલીસે કબજે લઈ આગળની તપાસ શરૂ કરી છે.
મગદલ્લા સેન્ટ્રલ મોલ સામે રોડ ડિવાઈડર સાથે બાઇક ભટકાતા સોફ્ટવેર એન્જીનિયર નું મોત
સુરત મગદલ્લા સેન્ટ્રલ મોલ સામે રોડ ડિવાઈડર સાથે બાઇક ભટકાતા ત્રણ મિત્રો પૈકી સોફ્ટવેર એન્જીનિયર નું મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં સાથી બે મિત્રો ને ગંભીર ઇજા થતાં બન્ને ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતક પુનમચંદ્ર તેલંગણા ની રહેવાસી હોવાનું અને સુરતમાં મિત્રો એ શરૂ કરેલી રેસ્ટોરન્ટ ને જોવા પહેલીવાર સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ બસ પુનમચંદ્ર ના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.