ફિલ્મો અને નાટકો સમાજ સમક્ષ પોતાનો એક હકારાત્મક અને નકારાત્મક પ્રભાવ છોડી જાય છે. બહુધા લોકો એને મનોરંજન નાં સાધન તરીકે જુએ છે. કોઈપણ કલાકાર જ્યાં સુધી એને આપવામાં આવેલ પાત્ર ના અભિનય બાબત એમાં ઓતપ્રોત ન થાય, તાદાત્મ્ય ન સાધે ત્યાં સુધી એ સશક્ત અભિનય કરી શકતો નથી.જે – તે પાત્ર નાં અભિનય બાબતે કલાકારે એનાં બીબાં માં ઢળાવું પડે. જેમકે ‘ મણિકર્ણિકા’ ફિલ્મ માં ઝાંસી ની રાણી ની ભૂમિકા માં લીડ એક્ટ્રેસ કંગના રનૌતે ઝાંસી ની રાણી નાં કથાનક નો અભ્યાસ કરી હૂબહૂ ભૂમિકા ભજવી. ઘણીવાર ફિલ્મ માં ખલનાયક નાં પાત્ર નાં સશક્ત અભિનય ને કારણે આપણે તેનાં પર ધિક્કાર ની લાગણી છૂટતી હોય છે.
અભિનય એ દરેક કલાકાર ની આજીવિકા નું સાધન પણ છે. એટલે એ એમની રિલ લાઈફ છે. જે – તે સમય પૂરતાં પોતાને આપવામાં આવેલી ભૂમિકા માં ઓતપ્રોત થવું . પરંતુ દરેક ની રિયલ લાઈફ કંઈક જુદી જ હોય છે. ફિલ્મ માં કરુણામયી માતા નો અભિનય કરતી વ્યકિત પોતાની રિયલ લાઈફ માં પ્રેમાળ ન પણ હોય. ફિલ્મ માં હરહંમેશ ખલનાયક ની ભૂમિકા રજુ કરતી વ્યકિત વાસ્તવિક જીવન માં ઘણી સારી હોય. પિતા નો અભિનય કરતી વ્યકિત આદર્શ પિતા ન પણ હોય!જાહેર ખબર ની દુનિયામાં કામ કરનાર વ્યકિત એ પોતે જીવન માં એકપણ વાર એ પ્રોડક્ટ વાપરી ન હોય અને એની એ જાહેરાત કરતાં હોય! કોઈ પણ વ્યકિત એ જાહેર જીવન માં મેળવેલી સફળતા ને આધારે તેનાં સમગ્ર જીવન નું મૂલ્યાંકન થઈ શકતું નથી. રીલ લાઇફ અને રિયલ લાઈફ નો તાળો મળતો નથી .
સુરત – વૈશાલી શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગાંધીસ્મૃતિ ભવન
‘કળાનગરી’ સુરતના ‘કળા પ્રેમીઓ’ આનંદો! જમીનદોસ્ત ગાંધી સ્મૃતિ ભવનને ફરીથી ‘બેઠું’ કરવા માટે સૂરત મનપાએ છઠ્ઠીવાર ટેન્ડરો બહાર પાડયા! આશા રાખીએ આ વખતે ટેંડર પ્રક્રિયા પૂર્ણ થશે! અને બાંધકામની કામગીરી શરૂ કરાશે! 1980માં બનેલા ગાંધી સ્મૃતિ ભવનના તખ્તાને અને દિગ્ગગજ કલાકારો ગજવી ચૂકયા છે. આજ ગાંધી સ્મૃતિએ ગુજરાત અને કેટલેક અંશે બોલીવુડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને નામાંકિત આઝાદી કરંજીયા એમના પારસી નાટકો આજ ગાંધી સ્મૃતિ ભવનમાં ભજવી પ્રેક્ષકોને હસાવીને લોથ-પોથ કર્યા છે, સુરત મનપાની બિરદાવા લાયક નાટ્ય સ્પર્ધા પણ વર્ષો સુધી અહીં જ થતી હતી એ બધું કેમ ભૂલાય?
શહેરના અન્ય બે ઓડીટોરીયમો સરદાર સ્મૃતિભવન અને સંજીવકુમારએ બંને શહેરના છેવાડે આવેલા છે. મોડી રાતે શો પૂરો થયા પછી અહીં ઘરે જવા સેહલાઈથી વાહનો ઉપલબ્ધ નથી. સંજીવકુમાર ઓડીટોરીયમની પ્રેક્ષકોને શમાવાની ક્ષમતા વિશાળ પણ બે કારણોસર અહીં કોર્મશીયલ નાટકો થતા નથી. ! ભાડું પોસાતું નથી. (2) સાઉન્ડ સીસ્ટમ બરાબર નથી! હવે જયારે સુરતને નવા મેયર મળ્યા છે ત્યારે ખૂબ જ ટૂંકા ગાલામાં એમની કામગીરીનો પરચો સૂરત શહેરને બતાવી દીધો છે ત્યારે સૂરતના કળા પ્રેમીયો તેમની પાસેથી આશા રાખે છે કે હવે ફરીવાર ગાંધીસ્મૃતિ ભવનની ફાઈલ ઉપર ધૂના થર એકઠા નહીં થાય!!
સૂરત – ભાર્ગવ પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.