World

હમાસ આતંકીઓનો વાયરલ વીડિયો: એક હાથમાં ઇઝરાયેલના કિડનેપ બાળકો, બીજા હાથમાં રાઇફલ

નવી દિલ્હી: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં (Israel-Hamas War) અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના મોત (Death) થયા છે. ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ મૃત્યુઆંક વધીને 1300 થઈ ગયો છે, જ્યારે ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં લગભગ બે હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. હમાસના આતંકવાદીઓ પર ઇઝરાયેલી મહિલાઓ અને નાના બાળકો સાથે દુર્વ્યવહાર કરવાનો પણ આરોપ છે. જો કે આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો જાહેર થયો છે, જેમાં હમાસના આતંકીઓ ઈઝરાયેલના બાળકો સાથે જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જાહેર થયેલા વીડિયોમાં ઘણા લોકો આર્મી યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે, જોકે તેમના ચહેરા ઝાંખા કરવમાં આવ્યા છે. વીડિયોમાં એક ઘર બતાવવામાં આવ્યું છે જ્યાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે. હમાસના આતંકવાદીઓ આ બાળકોને ખોળામાં લઈને ફરતા જોવા મળ્યા હતા. તેઓ એકબીજાની વચ્ચે અરબીમાં વાત કરતા હતા. આ વીડિયોના અંતમાં હમાસનો આતંકવાદી એક બાળકને પાણી આપી રહ્યો છે અને તેને બિસ્મિલ્લા કહેવાનું કહી રહ્યો છે. બાળકે આમ કહ્યું અને પછી પાણીનો પ્યાલો હાથમાં લીધો. આ એ જ બાળક છે જે વીડિયોની શરૂઆતમાં ટેબલ પર બેસીને રડતો જોવા મળ્યો હતો. જ્યારે હમાસના આતંકવાદીઓ તેના ઘા પર પાટો બાંધી રહ્યા હતા.

આ વીડિયો ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા શેર કરવામાં આવ્યો છે. હમાસના આતંકવાદીઓની નિંદા કરતા તેણે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘તમે તેમની ઇજાઓ જોઈ શકો છો. તેમના રડવાનો અવાજ સાંભળી શકે છે. તેમને ડરથી ધ્રૂજતા અનુભવી શકે છે. આ બાળકોને હમાસના આતંકવાદીઓએ તેમના જ ઘરમાં બંધક બનાવી લીધા છે અને તેમના માતા-પિતા અન્ય રૂમમાં મૃત હાલતમાં પડેલા છે. તેણે આગળ લખ્યું કે આ એ જ આતંકવાદી છે જેને આપણે હરાવવા જઈ રહ્યા છીએ.

ઇઝરાયેલ પરના યુદ્ધ પછી, હમાસે ગાઝા પટ્ટીમાં સેંકડો ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા. હમાસે કહ્યું કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં 150 બંધકોમાંથી 13 માર્યા ગયા છે. ઈઝરાયેલ અને અમેરિકાએ બંધકોને મુક્ત કરવા માટે શક્ય તેટલું બધું કરવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન જર્મનીના વિદેશ મંત્રી અન્નાલેના બેરબોક આજે ઈઝરાયેલની મુલાકાતે છે. વર્તમાન સ્થિતિને જોતા તેમણે કહ્યું કે હમાસ ત્યાંના રહેવાસીઓનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

Most Popular

To Top