Vadodara

ભાયલી સ્થિત સ્ટાર રેસિડેન્સીના મહા ઠગબિલ્ડર જયેશ પટેલ સેન્ટ્રલ જેલના હવાલે

વડોદરા: સ્ટાર રેસીડેન્સીના મહાઠગ બિલ્ડર જયેશ પટેલે મકાનો અને દુકાનો વેચવાના બહાને અનેક ગ્રાહકોને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો.જેમાં અત્યાર સુધીમાં ઠગ સામે ઘણી ફરિયાદ નોંધાઇ છે. ગોત્રી પોલીસે બિલ્ડરની ધરપકડ કરી કોર્ટના રજૂ કરતા કોર્ટે તેને જેલના હવાલે કર્યો હતો. જોકે હજુ એક ગુનાની તપાસ ઇકો સેલ પાસે હોય બિલ્ડરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ થી ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

ભાયલી ખાતે આવેલી સ્ટાર રેસીડેન્સીના  બિલ્ડર જયેશ પટેલ દ્વારા દુકાન અને મકાન વેચવાના બહાને અનેક ગ્રાહકો પાસેથી કરોડો પડાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં કોઇને મકાનોના દસ્તાવેજ કરી આપ્યા નથી કે રૂપિયા પરત આપ્યા નથી. જેથી મહાઠક બિલ્ડર સામે અત્યાર સુધીમાં ઘણી ઠગાઇ કર્યા ફરિયાદો નોંધાઈ ચૂકી છે. અનેક લોકોને કરોડોનો ચૂનો ચોપડીને વિદેશ ભાગી જવાની ફિરાગમાં ફરતા બિલ્ડર ને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

બાદમાં ગોત્રી પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. જોકે તેની પાસેથી પોલીસ દ્વારા કોઈ તટસ્થ પુરાવા કઢાવી શકી ન હતી. બિલ્ડર પોલીસના ખૌફ વિના બહાર ફરી રહ્યો હતો. દરમિયાન અન્ય ચાર ગ્રાહકો સાથે દોઢ કરોડ ઉપરાંતની છેતરપિંડીની ફરિયાદ ફરી નોંધાતા ગોત્રી પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સેન્ટ્રલ જેલમાં મોકલી આપવા માટેનો હુમક કર્યો હતો. જોકે વધુ એક ગુનાની તપાસ ઇકો સેલની ટીમ કરતી હોય સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

Most Popular

To Top