હજુ હમણાંજ ગણેશોત્સવ દરેક નાના મોટા શહેર અને ગામોમાં ઉજવાઈ ગયો. શ્રીજી ગણેશજીને ચોકેચોકે બેસાડીને તેમની ભજન આરતીઓ કરવામાં આવી. સાંકડી શેરી-ગલીઓ સાંકડી જ્યા હતી ત્યાં વધુ સાંકડી સાંકડો થતા 108 ઈમરજન્સી વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એકબીજા મંડળોની ચડસાચડસીમાં કે હરિફાઈ દ્વારા પાંચ ફૂટથી નવ દસ ફૂટની ગણેશમૂર્તિઓનું સ્થાપન કરાયું તો ગણેશજીના મૂળ ભક્તિ આરાધના ભૂલીને મોટા અવાજવાળા પ્રદૂષણયુક્ત લાઉડ સ્પિકર કૂમાયા. સુરત-વડોદરા-વલસાડ જેવા મોટા શહેરોમાં પોલીસ કમિશનરોનું જાહેરનામુ પણ યાયોજકો ધ્યાન આપતા નથી. પાંચફૂટથી મોટી મોટી મુર્તિ રાખે તો દંડની જોગવાઈ કરવી જોઈએ.
શ્રીજીગણેશજીની આરાધના ભક્તિ કિર્તન ઘરે સ્થાપન કરીને પણ થઈ શકે છે. પરંતુ આજકાલ ગણેશોત્સવ અને નવરાત્રીના માતાજી ઉત્સવ ચોકે ચોક અને ગલીએ ગલીએ યોજીને ભક્તિઆરાધનાનો અતિરેક જોવા મળે છે. પ્રભુ કે દેવી શક્તિ પૂજન અર્ચન કિર્તન હોમ હવન અને ઉપવાસ દ્વારા શાંતિથી આરાધના કરી શકાય છે. પરંતુ પાછલા સમયથી ધર્મના નામે મૂળ ભક્તિ આરાધના બદલે આપણે આવા ધાર્મિક ઉત્સવો જાહેરમાં ઉજવવાનું શરૂ કર્યુ છે. પરંતુ હવે તો આવા ઉત્સવો જાહેરમાં ઉજવી મનોરંજન જેવા કાર્યક્રમો યોજવા તે ઠીક નથી.
શ્રીજી ગણેશજીને કોઈ પાંચ-સાત-નવ-દસ દિવસે વિસર્જન કરવા બેંડવાજા ડીજેના તાલે નાચી કુદીને નદી તળાવે લઈ જવામાં આવે છે ત્યારે ટ્રાફીક જામ થતા હજારો પોલીસ કર્મીઓને નાકે દમ આવી જાય છે. સરકારને તળાવો બનાવવા પડે છે. એક માત્ર સુરત જેવા શહેરમાં 50000 હજાર જેટલા ગણેશજીનું વિસર્જન થયાનું કહેવાય છે. કેટલીક જગ્યાએ તો અનેક દુષણો દેખા દે છે. ધર્મના નામે યોજાતા આવા કાર્યક્રમોને શું ભક્તિ કહેવાય? ધાર્મિક ક્રિયાઓ તો ખરેખર પ્રભુ માર્ગે દોરનારા તો દયા, પ્રેમ, કરૂણા, મમતા અને ક્ષમાયાચના હોઈ શકે. આવા ધાર્મિક ઉત્સવોનો અતિરેક વ્યાજબી છે?
બોટાદ – મનજીભાઈ ડી. ગોહિલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.