World

પેલેસ્ટિન ઈઝરાયેલ યુધ્ધ: PM મોદી કહ્યું- અમે ઈઝરાયેલની સાથે છીએ

નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા પેલેસ્ટિન(Palestin) અને ઈઝરાયેલ(Israel) યુધ્ધ(War)માં હમાસ દ્વારા 20 મિનિટમાંજ 5000 થી વધુ રોકેટ(Rocket) છોડવામાં આવ્યા છે જેમાં 22 થી વધુ લોકોના મોત(Death) થઈ ચૂકયા છે સાથે 3000 થી વધુ લોકો ઘાયલ(Injured) છે. હમાસના આ હુમલાના પ્રત્યુત્તરમાં ઇઝરાયેલે ‘ઓપરેશન આયરન સ્વોર્ડસ’ લોન્ચ(Launch) કર્યું છે. આ પરિસ્થિતિમાં ભારતે ઇઝરાયેલમાં રહેતા ભરતીયો માટે સૂચના પાઠવી છે. સાથે જ ભારતીયોની સલામતી માટે એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. ભારતે ભારતીયોની મદદ માટે એક નંબર પણ જાહેર કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે X (Twitter) પર લખ્યું, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી મને ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ. આ પહેલા યુરોપિયન યુનિયનના ઘણા નેતાઓએ પણ આ હુમલા પર પ્રતિક્રિયા આપી છે. ઈઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારત દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

ઈઝરાયેલના સમર્થનમાં ભારતીયો સામે આવ્યા
ભારતમાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને હુમલા કર્યાના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ ઈઝરાયેલના સમર્થનમાં પોસ્ટર શેર કર્યા અને સ્પષ્ટ લખ્યું કે દુશ્મનને પાઠ ભણાવવા માટે તેના કરતા વધુ ક્રૂર બનવું પડશે. ઘણા નિષ્ણાતો અને ભૂતપૂર્વ સૈનિકોએ લખ્યું છે કે ભારત ઈઝરાયેલની સાથે છે કારણ કે તેણે કારગિલ યુદ્ધ દરમિયાન અમારી મદદ કરી હતી.

વિદેશ મંત્રાલયે ઇઝરાયેલમાં ભારતીયોને આપી સૂચના
ઇઝરાયેલમાં યુદ્ધના પગલે, વિદેશ મંત્રાલયે ઇઝરાયેલમાં ભારતીયોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા સૂચના આપતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરવામાં આવે છે. સ્થાનિક સત્તાઓની સલાહ મુજબ સલામતી પ્રોટોકોલનું પાલન કરો. કૃપા કરીને સાવચેતી રાખો, બિનજરૂરી હિલચાલ ટાળો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો. વધારાની માહિતી માટે કૃપા કરીને ઇઝરાયેલ હોમ ફ્રન્ટ કમાન્ડ વેબસાઇટ જુઓ. સાથે તમામ ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પોતાના ઘરોની અંદર રહેવાની સૂચના આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયેલા વિડીયો ચોંકાવનારા છે જેમાં બંધકોની ખૂબ જ દયનીય સ્થિતિ દેખાઈ રહી છે.

Most Popular

To Top