Sports

બ્રિજની રમતમાં આવેલા જનરેશન ગેપને પૂરો કરવામાં પ્રયાસરત વિદ્યા અને કલ્પના

રાયબીદપુરા ગામ મધ્ય પ્રદેશના નિમાર ક્ષેત્રમાં જિલ્લા હેડકવાર્ટર ખરગોનથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલું છે. બહારથી, તે એક સામાન્ય ભારતીય ગામ જેવું લાગે છે જેમાં મોટાભાગના રહેવાસીઓ ખેડૂતો છે. અહીની બે યુવતીઓ હવે બ્રિજની રમતમાં આવેલા જનરેશન ગેપને પુરો કરવા માટે પ્રયાસરત છે. બ્રિજને મોટાભાગે એવી રમતોમાં સામેલ કરવામાં આવતી નથી જેમાં ભારતીય યુવાનો એન્ટ્રી કરવા માગતા હોય. પરંતુ વિદ્યા પટેલ અને કલ્પના ગુર્જર આ વલણને સમાપ્ત કરવા માગે છે અને એશિયન ગેમ્સના અનુભવે તેમના અભિયાનને વેગ આપ્યો છે.

બ્રિજ દાયકાઓથી આ ગામનો એક અભિન્ન ભાગ રહ્યો છે. પરંતુ તેમાં રસ ધરાવનારાઓની સંખ્યા ઘટતી જઇ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે યુવાનો વિવિધ કારણોસર આ રમતથી દૂર જતા રહ્યા છે. હવે કલ્પના અને વિદ્યાની સફળતાથી આ ખોવાયેલું જોડાણ પુનઃસ્થાપિત થવાની આશા સેવાઇ રહી છે. અહીંના ગ્રામજનો હંમેશા પત્તાની રમત તરફ ઝુકાવ ધરાવતા રહ્યા છે. 50 ના દાયકાના અંતમાં અને 60 ના દાયકાના પ્રારંભમાં,મોટાભાગના ખેડૂતો તેમના નવરાશના કલાકો દરમિયાન પત્તાની રમતો રમતા હતા.

પત્તાની રમત સાથેના આ જોડાણને કારણે 1965ની આસપાસ જ્યારે મદદનીશ પશુચિકિત્સક મહંમદ ઝિયા ખાન ગામમાં ટ્રાન્સફર થઇને આવ્યાયા ત્યારે બ્રિજની રમતમાં તેમની શરૂઆત થઈ હતી. એક ઉત્સુક બ્રિજ પ્લેયર, ઝિયા ખાન રાયબીદપુરામાં શિફ્ટ થયા પહેલા બરવાનીમાં રણજીત ક્લબમાં પત્તાની રમત રમતો હતો. તેણે ગ્રામજનો, ખાસ કરીને વૃદ્ધોને હોટલ, ગામના ચોક અને અન્ય બજારોમાં પરંપરાગત ફોર્મેટમાં પત્તાની રમત રમતા જોયા. તેમની રુચિને જોતાં, તેણે ધીમે ધીમે તેમને બ્રિજની રમત પર સ્વિચ કરવા માટે સમજાવ્યા. તેઓ કલાકો સુધી બ્રિજ રમતા તેમની સાથે બેસી રહેતા.

બે વર્ષમાં તેણે લગભગ 8-10 ખેલાડીઓને તાલીમ આપી. જો કે, એકવાર ખાને ગામ છોડ્યું તે પછી બ્રિજ પ્રત્યેનો રસ ઓછો થવા લાગ્યો. ધીરે ધીરે, ગ્રામજનો રમતથી દૂર થવા લાગ્યા. ગામડામાં કપડાની દુકાન ધરાવતા ચંપાલાલ શેઠે રમતને નવું જીવન આપ્યું તે પહેલાં 80ના દાયકાની શરૂઆતમાં આ ઘટાડો શરૂ થયો અને કેટલાક વર્ષો સુધી ચાલુ રહ્યો. દંતકથા છે કે શેઠજીને ખભામાં તીવ્ર દુખાવો હતો. દુખાવાથી ધ્યાન હટાવવા માટે, તેણે સાંજે તેની દુકાનની સામે બ્રિજ રમવાનું શરૂ કર્યું. સામાન્ય રીતે, તે સમય દરમિયાન લોકોની અવરજવર ઓછી હોય છે. આનાથી અન્ય લોકો આકર્ષાયા અને ફરી એકવાર ગામ લોકોએ બ્રિજને સ્વીકારતા થયા. આ 90 ના દાયકાના અંત સુધી ચાલુ રહ્યું જ્યારે શેઠજીનું અવસાન થયું તે પછી ફરી એકવાર ગામના લોકો તેનાથી દૂર થવા માંડ્યા.

22 વર્ષિય વિદ્યા અને 24 વર્ષિય કલ્પના હેંગઝોઉમાં ભાગ લેનારી 18 સભ્યોની ટીમની યુવા ખેલાડીઓ છે. આ ટીમની સૌથી વૃદ્ધ ખેલાડી 77 વર્ષની ભારતી ડે છે જ્યારે અન્ય 12 સભ્યોની ઉંમર 60 વર્ષથી વધુ છે. પરંતુ વિદ્યા અને કલ્પના લોકોમાં જાગૃતિ ફેલાવીને આ ઉંમરના અંતરને ઘટાડવા માંગે છે કે આ રમતને ‘જુગાર’ સાથે કોઈ લેવાદેવા નથી. વિદ્યા કહે છે કે આ એક એવી રમત છે કે જેને દરેક જણ રમી શકે છે.

એવું નથી કે માત્ર વૃદ્ધ લોકો જ રમે છે અથવા ફક્ત યુવાનો જ રમે છે. તમે તમારા મગજનો ઉપયોગ કરો છો જે યુવાન કે વૃદ્ધ માટે સમાન છે. હું આ રમતમાં મારી છાપ છોડવા માંગુ છું. કલ્પનાના પિતા પણ બ્રિજ પ્લેયર છે, બલ્કે રાયબીદપુરાને દેશના ‘બ્રિજ વિલેજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં લગભગ 300 લોકો સક્રિયપણે બ્રિજ રમે છે. વિદ્યાએ કહ્યું હતું કે મારા પિતા ખેડૂત છે અને અમારી પાસે નાની જમીન છે જે અમારી આવકનો સ્ત્રોત છે. અમારા ગામમાં લગભગ 300 બ્રિજ પ્લેયર્સ છે અને જ્યારે હું નાની હતી, ત્યારે હું મારા પિતાના મોટા ભાઈ સાથે રમતી હતી, જ્યારે હું આઠમા ધોરણમાં આવી, ત્યારે મેં આ રમતને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું હતું.

Most Popular

To Top