Charchapatra

આજે આધુનિક યુગમાં પણ આખા વિશ્વમા ગાંધીજીના સમર્થકો વધતા જ જાય છે

ગુજરાતના નાનકડા પોરબંદર શહેરમાં પિતા કરમચંદ અને માતા પૂતળીબેનને ત્યાં ગાંધીજીનો જન્મ મોહન તરીકે થયો હતો ગાંધીજીનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે.આ વિશ્વમાનવે જગતને સત્ય અને અહિંસાના બે અમોઘ શસ્ત્રો આપ્યા જે આજે આધુનિક યુગમાં વધુ પ્રસ્તુત છે જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ ગાંધીજી અને ગાંધીવિચાર ધારા વધુને વધુ પ્રસ્તુત બનતા જાય છે. અંગ્રેજી શાસન સામે લડત આપનાર ગાંધીજીએ અંગ્રેજોના દીલ પર શાસન કર્યું હતું તેથી જ લંડનમા બ્રિટિશ રાણીના મહેલ બંકિમહામ પેલેસના પ્રાગણમા આજે પણ ગાંધી પ્રતિમા આજે પણ ઉભી છે બીજા એક અંગ્રેજ રિચાર્ડ એટનબોરોએ ગાંધીજીની મહાનતા પ્રગટ કરતી ઓસ્કાર વિનર ફિલ્મ ગાંધી બનાવી ગાંધીજીએ આઝાદીની લડત સત્ય પ્રેમ અને અહિંસાથી પાર પાડી હતી.

વિદેશી માલનો બહિષ્કાર કર્યો હતો ભારત છોડો આંદોલન સમાજ સુધારણા સાથે જોડી દીધું હતું હિસક રમખાણોમા સામી છાતીએ નિશસ્ત્ર ધસી જવાની હિંમત ગાંધીજી સિવાય બીજું કોઈ કરી શકે નહી ધ્રુણા સામે પ્રેમથી મક્કમતાથી પ્રતિકાર ગાંધીજી કરતા હતા સાદાઈ ત્યાગ મક્કમતા બલિદાન જેવી અસંખ્ય બાબતો એક જ જીવનમાં કદાચ અન્ય વ્યક્તિથી સંભવ નથી ગીતા કુરાનના આદર્શને દયાનમાં રાખી માનવતા માનવ ધર્મને જ મહત્વ આપ્યું ગાંધીજી પ્રસિદ્ધિ સસ્તી લોકપ્રિયતાથી બહુ દુર હતા પોતાની ભુલ હોય તો તરત કબૂલ પણ કરી દેતા હતા ધાર્મિક રજવાડાઓથી દુર રહ્યા ગાંધીજીનું ચીરપરિચિત બોખું હાસ્ય કોણ ભુલી શકે? ગાંધીજી હંમેશા કહેતા બધા ધર્મો સાચા છે.

બધા જ ધર્મો સચ્ચાઇ ઈમાનદારી નીતિનો રસ્તો બતાવે છે ગાંધીજીને સમજવાનું આપનું ગજુ પણ નથી.ગાંધીજીએ ક્યારેય કોઈ હોદ્દો સ્વીકાર્યો નહોતો ગાંધીજી લોકોના દિલમાં હૃદયમાં મનમસ્તીકમાં રાષ્ટ્રપિતા તરીકેનું આદરભર્યું માનભર્યું સ્થાન  ધરાવે છે ગાંધીજીનું સમર્પણ અર્પણ તર્પણ રાષ્ટ્ર માટે જ હતું આવા મહાન યુગપુરુષની સંપત્તિ જુવો ગાંધીજી પાસે માલમિલ્કતમા હાથે વણેલી ખાદી કેડે બાંધેલી બાવા આદમના જમાનાની ઘડિયાળ લાકડી અને રેટીઓ.

ગાંધીજી રાષ્ટ્રભક્ત ગરીબોના બેલી પછાત દલિતોના હક માટે આજીવન ઝઝૂમનાર સાચા લોકસેવક હતા આજે પણ દિલ્હીમાં ગાંધીજીની સમાધિ રાજઘાટ પર દુનિયાભરના સાધારણ માણસોથી માંડીને દેશવિદેશના મહાનુભાવો વડાપ્રધાન રાષ્ટ્રપત્તિ પ્રમુખો પોતાનું મસ્તક ઝુકાવી ફૂલ ચડાવી નતમસ્તક શ્રધ્ધાજલિ અર્પણ કરે છે ધરતી પર કદી કદી જન્મ લેનાર ગાંધીજી જેવા મહામાનવને સમગ્ર ભારતવાસીઓ તરફથી કોટી કોટી  વંદન.
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

અમલસાડને સ્ટોપ આપો
નવી નવી ટ્રેન શરૂ થાય છે પણ કેટલાક અગત્યના સ્ટેશનોને કેટલીક ગાડીનો લાભ નથી મળતો. અમલસાડ લગભગ 18થી 20 ગામ સાથે જોડાયેલ છ. તેથી અમલસાડને ગુજરાત એક્સપ્રેસ, દહાણુ એક્સપ્રેસ, સયાજી એક્સપ્રેસને અમલસાડ સ્ટોપ મળવુ જોઈએ અને રેલવેને પણ પેસેંજર મળતા નવી આવક ઉભી થાય. મુસાફરો રીઝર્વેશન કરાવી અમલસાડ આવી શકે અને જઈ શકે. માટે વહેલી તકે અમલસાડ સ્ટેશનને આ ટ્રેનના સ્ટોપ આપવા વિનંતી અને જરૂરી પણ છે.
માંજલપુર-વડોદરા      – જયંતિભાઈ ઉ. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top