SURAT

પાંડેસરામાં ભાઈએ અર્ધનગ્ન થઈ બહેન સામે ગંદા ચેનચાળા કરતા તેેન રોકવા જતા પરિવારના ત્રણેયને માર માર્યો

સુરત: સુરત (Surat) પાંડેસરાના (Pandesara) હરીઓમ નગરથી એક ચેંકાવનારી ઘટની સામે આવી છે. માનસિક બીમાર (Mentally Unstable) ભાઈ ઘરમાં અર્ધ નગ્ન થઈ ગંદી હકરત કરતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો. એટલું જ નહી પણ માતા-પિતાને ફટકારી બહેન પર પથ્થર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે સિવિલ (Civil Hospital) લવાયા હતા. પીડિત પિતાએ કહ્યું હતું કે નશાના બંધારણી પુત્ર વારંવાર આવી ગંદા ચેનચાળા કરી પરિવારને શરમ-જનક પરિસ્થિતિમાં મૂકી દે છે. પિતાએ જણાવ્યું કે આજે જુવાન બહેન સામે શરમજનક કૃત્ય કરતા પકડવા ગયાને પુત્રએ માર માર્યો, સાહેબ શુ કરીએ કઈ જ ખબર નથી પડતી.

પીડિત પિતા એ કહ્યું હતું કે બે દીકરી પર એક નો એક દીકરો છે. કઈ જ કામ કરતો નથી, એક દીકરીના લગ્ન થઈ ગયા છે. બીજી મોલ માં કામ કરી પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થાય છે. ઘટના આજે સવારે ની હતી. અચાનક દીકરો ઘરમાં નગ્ન થઈ ને બહેન સામે ગંદા ચેનચાળા કરતા આશ્ચર્યમાં પડી ગયા હતા. કઈ સમજ પડે એ પહેલાં બહેને ભાઈ ને ઠપકો આપતા વાત ઝગડા સુધી પહોંચી ગઈ હતી. માતા-પિતા બન્ને ભાઈ-બહેનોના ઝગડાની વચ્ચે પડતા તેઓ ઘવાયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે સવારે જ બનેલી ઘટનાને લઈ પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. દીકરો બધા ને ફટકારતો હતો. માતાનો હાથ મરોડી નાખ્યો, પિતા ને માર્યા અને બહેન પર પથ્થર વડે હુમલો કરતા માથામાં ઇજા થઇ હતી. પાડોશીઓએ 108 બોલાવતા ઇજાગ્રસ્ત બહેન ને સારવાર માટે સિવિલ લવાય હતી. જ્યા ડોક્ટરો પણ પીડિત પિતા અને દીકરીની વ્યથા સાંભળી ચોકી ગયા હતા.

Most Popular

To Top