Business

મુકેશ અંબાણીના ત્રણેય બાળકોએ લીધો આ મોટો નિર્ણય, પિતાએ કહ્યું કે…

નવી દિલ્હી: મુકેશ અંબાણીએ (Mukesh Ambani) કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના બે પુત્રો આકાશ અને અનંત અને પુત્રી ઈશાના સમાવેશની જાહેરાત ઓગસ્ટમાં (August) યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આકાશ, અનંત અને ઈશા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) પાસેથી એક રૂપિયો પણ પગાર નહીં લેશે. આ માહિતી ગ્રુપ દ્વારા આપવામાં આવી છે.

  • મુકેશ અંબાણીના ત્રણ બાળકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી એક રૂપિયો પણ પગાર નહીં લેશે
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નાણાકીય વર્ષ 2020-21થી કોઈ પગાર લઈ રહ્યા નથી

મળતી માહિતી મુજબ અંબાણી પરિવારના ત્રણ વારસદારો કે જેમને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે તેઓ કોઈ પગાર લેશે નહીં. તેઓને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને કમિટીઓની બેઠકોમાં હાજરી આપવા માટે જ ફી ચૂકવવામાં આવશે. કંપનીએ તેમની નિમણૂક પર શેરધારકોની મંજૂરી લેવા માટે મૂકવામાં આવેલા પ્રસ્તાવમાં આ માહિતી આપી છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નાણાકીય વર્ષ 2020-21થી કોઈ પગાર લઈ રહ્યા નથી. બાળકોનું આ પગલું તેમના પિતાના પગલે ચાલવાનો સ્પષ્ટ સંકેત છે.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમના બે પુત્રો આકાશ અને અનંત અને પુત્રી ઈશાના સમાવેશની જાહેરાત ઓગસ્ટમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવી હતી. રિલાયન્સે હવે તેના શેરધારકોને પોસ્ટ દ્વારા પત્ર મોકલ્યો છે, જેમાં આ ત્રણ નિમણૂકો પર તેમની મંજૂરી માંગવામાં આવી છે. આ નોટિસ જણાવે છે કે નવા ડિરેક્ટર્સને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા કમિટીની બેઠકોમાં હાજરી આપવા માટે ફી ચૂકવવામાં આવશે. તે ડિરેક્ટર તરીકે કંપનીમાંથી કોઈ પગાર લેશે નહીં.

ઈશા અંબાણી રિલાયન્સના રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલનો હવાલો સંભાળી રહી છે. આકાશ અંબાણી ટેલિકોમ બિઝનેસ Jioની કમાન સંભાળી રહ્યા છે. તેમના ભાઈ અનંત અંબાણી રિલાયન્સના એનર્જી અને રિન્યુએબલ એનર્જી બિઝનેસના માલિક છે. મુકેશ અંબાણીએ તેમની ઉત્તરાધિકારી યોજનાના ભાગરૂપે તેમના તમામ બાળકોમાં બિઝનેસના વિવિધ વિભાગો વહેંચ્યા છે. જો કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન પદ પર રહેશે.

Most Popular

To Top