SURAT

વેસુમાં ગણેશ મહોત્સવ દરમિયાન બાળકો-વડીલોએ રેમ્પ વોક કર્યું

સુરત: વેસુની એક સોસાયટીમાં ગણેશ મહોત્સવ દરમિયાન 4 થી 40 વર્ષ સુધીના બાળકો-વડીલો એ રેમ્પ વોક કરી તમામના દિલ જીતી લીધા હતા. શુગાર રેસિડન્સીના રહેવાસીઓએ 10 દિવસના મનોરંજન કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલું જ નહીં પણ રેમ્પ વોક બાદ ગીત-સંગીત નો કાર્યક્રમ યોજાતો બાળકોની પ્રતિભા બહાર આવી હતી.

સોસાયટીના પ્રમુખ ભાવેશ ઓઝા એ જણાવ્યું હતું કે પહેલીવાર આટલું મોટું આયોજન કરાયું છે. બાળકો અને વડીલોમાં સ્ટેજ નો ભય દૂર કરવા અને અન્યાય સામે ઊભા રહી ને લડત આપવાના પ્રોત્સાહનના ભાગરૂપે આવા કાર્યકમો જરૂરી બની ગયા છે.

ભાવેશ ભાઈ ઓઝા (આયોજક) એ જણાવ્યું હતું કે બાળકો અને વડીલોની પ્રતિભાઓ બહાર કાઢવા આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી હોય છે. વર્ષોથી સોસાયટીમાં નાના મોટા કાર્યક્રમો કરતા આવ્યા છે. આ વર્ષે ગણેશ ચતુર્થીથી લઈ વિસર્જન સુધી એટલે 10 દિવસ સુધી ભરપૂર મનોરંજન સાથેના કાર્યકમોનું આયોજન કરાયું છે. જેમાં ચન્દ્રયાન-3 ની સફળતાને લઈ સેલ્ફી પોઇન્ટ, ગીત-સંગીત, રેમ્પ વોક, સહિતના રોજેરોજના કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. મજા ની વાત એ છે કે 10 ટાવર ના તમામ ફલેટ હોલ્ડરો રાત પડે ને આ કાર્યક્રમમાં ભાગ લે છે. નાસ્તા-પાણી ન સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ ની મજા લઈ રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવ ના પવિત્ર પર્વ માં મગ્ન મુગ્ધ થઈ જનારા તમામ સોસાયટીવાસીઓ રેમ્પ વોક પર પોતાના બાળકોની પ્રતિભા જોઈ ખુશીના આંસુ વ્યક્ત કરતા પણ દેખાયા છે. હિંમત ત્યારે જ આવે છે જ્યારે એને ખોલવા ના રસ્તા મળે છે. સ્ટેજ રેમ્પ વોક એટલે બાળકો ની જ નહીં પણ વડીલોની પ્રતિભા ને બહાર લાવવાનો એક સરળ ઉપાય છે. જે આ સોસાયટીમાં જોવા મળ્યો છે. દિલ ખોલીને સોસાયટીવાસીઓ મનોરંજન લઈ રહ્યા છે. ખાવા-પીવાથી માંડી નાચવા-ગાવા અને સ્ટેજ પર રેમ્પ વોક કરવા સુધીની મજા એક સાથે મળી રહી છે. એટલે શુગાર સોસાયટી એક પરિવાર કહેવાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, રેમ્પ વોક, ગીત સંગીત ની સાથે દેશની ગૌરવ ક્ષણ સમાન શુભેચ્છા આપતું ચન્દ્રયાન-3 નું સેલ્ફી પોઇન્ટ પણ સોસાયટીવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. લગભગ હજારો લોકોએ આ પોઇન્ટ પર સેલ્ફી લઈ પોતાના સોસીયલ એકાઉન્ટ પર મૂકી છે. એક સંદેશ સાથે આ વર્ષે શુગાર રેસિડેન્સી એ ગણેશ મહોત્સવ નું આયોજન કર્યું છે. જેમાં 400 પરિવારે આ તમામ રોજેરોજના કાર્યક્રમોનો ભરપેટ આનંદ ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top