ઉદયપુરનું (Udaipr) લીલા પેલેસ (Leela Palace) રવિવારે વિવાહ મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું હતું. અહીં બોલીવુડ દીવા પરિણીતિ ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાનો લગ્નોત્સવ ચારી લહ્યો છે. સાત ફેરા બાદ આલા ગ્રાન્ડ રિસેપ્શન શરૂ થયું હતું. આ પહેલાં શાનદાર સજાવેલી શાહી બોટમાં બારાત લઈ રાઘવ તેમની દુલ્હન પરિણીતી ચોપરા પાસે પહોંચ્યા હતા. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાત ફેરા ફરી એકબીજાના થઈ ગયા હતા. દરમ્યાન કડક સુરક્ષા વચ્ચે બન્નેના લગ્ન શરૂ થયા હતા. મુખ્ય લગ્ન માટે પસંદ કરવામાં આવેલ થીમ ‘ડિવાઇન પ્રોમિસ – અ પર્લ વ્હાઇટ ઇન્ડિયન વેડિંગ’ છે.
રાઘવ-પરિણીતીના લગ્નની વિધિઓ બપોરથી શરૂ થઈ હતી. રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાના ફેરામાં અનેક મહેમાનો હાજર રહ્યા હતા. આ કપલે લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. ઉદયપુરનો લીલા પેલેસ બંનેના લગ્નના મંત્રોથી ગુંજી ઉઠ્યો હતો. આ પહેલા જયમાલામાં રાઘવ ચડ્ઢા કી હુઈ પરિણીતિ ચોપડા આ ગીત વાગ્યું હતું જેની સાથે બંનેના લગ્નની વિધીઓ શરૂ થઈ હતી.
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની વિધિઓ રવિવારે સાંજે શરૂ થઈ હતી. સાત ફેરા સાથે બંનેએ લગ્નના સાત વચન લીધા હતા. બધા સંબંધીઓ અને મહેમાનો આ ધાર્મિક વિધિઓમાં વ્યસ્ત હતા. આ પહેલાં રાઘવ ચઢ્ઢા સફેદ શેરવાનીમાં લગ્નના મહેમાનો સાથે લીલા પેલેસમાં જતા જોવા મળ્યા હતા. તેમણે લીલા પેલેસમાં તેના લગ્નના મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરી છે. મહેલની બહારથી અંદર સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
લગ્ન બાદ વિદાય વિધિ થઈ હતી. રાઘવ તેની દુલ્હન પરિણીતિ સાથે વિન્ટેજ કારમાં રવાના થયો હતો. આ પહેલા પરિણીતીએ વિદાય વખતે તેના ભાઈઓ અને માતા-પિતા બંનેને ગળે લગાવ્યા હતા. આ પછી પરિણીતી અને રાઘવ હોટલના મહારાજા સ્વીટમાં પહોંચ્યા હતા. થોડા સમય બાદ રિસેપ્શન શરૂ હતું. હવે ફેન્સ બંનેના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને પરિણીતિ ચોપરા કેવી રીતે તૈયાર થઈ હતી તે જોવા લોકો ઉત્સુક છે.
રાજનીતિ અને બોલીવુડ સાથે જોડાયેલા અનેક મહેમાનો આ લગ્નોત્સવમાં હાજર રહા છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઉદ્ધવ ઠાકરે પણ લગ્નમાં હાજરી આપવા આવ્યા છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ તેમના પરિવાર સાથે ઉદયપુર લીલા પેલેસ જતા જોવા મળ્યા હતા. તેમની સાથે તેની સુંદર પત્ની અને અભિનેત્રી પૂજા બસરા અને તેમનો પુત્ર જોવન વીર સિંહ પ્લાહા પણ હતો.