Vadodara

વડોદરા: એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા

વડોદરા: શહેરના (Vadodara) પ્રતાપનગર બીજ નીચેથી SOGની ટીમ દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. જ્યાં નવગ્રહ મંદીર પાછળ આવેલ વણકર વાસમાં એસઓજીની ટીમે દરોડો પાડીને રહેણાંક મકાનમાંથી રુ.11 હજારના ગાંજા (Drugs) સાથે એક મહિલા સહિત ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે (Police) સ્થળ પરથી ગાંજો ત્રણ મોબાઈલ,એક રિક્ષા સહિત રુ.1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે વાડી પોલીસે સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

  • પ્રતાપનગર બ્રિજ નીચે વણકરવાસમાં નવગ્રહ મંદિર પાછળ દરોડો
  • ગાંજો, ત્રણ મોબાઈલ અને રિક્ષા સહિત 1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા શહેરને નશામુક્ત કરવા માટે આપેલી સુચનાના આધારે નાર્કોટીક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શકમંદોની તપાસ ચાલુ હતી. તે દરમ્યાન એસઓજીના એએસઆઇ હિરેનકુમાર ઉમેદભાઇને બાતમી મળી હતી કે પ્રતાપનગર બ્રીજ નીચે નવગ્રહ મંદીર પાછળ વણકર વાસમાં રહેતી સુશીલાબેન નામની બહેન તેના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો છે અને છુટક પડીકીઓ બનાવી તેનુ વેચાણ કરી રહી છે. શુક્રવારે આજવા રોડ એકતાનગર ખાતે રહેતો સલીમ શેખ તેના સાગરીત હમઝા ગોલાવાલા સાથે ગાંજાનો જથ્થો રીક્ષામાં લઇને સુશીલાબેન ઠાકોરને ત્યા આપવા આવવાનો છે.

જેના આધારે પીઆઇ વી.એસ.પટેલે સ્ટાફ માણસો સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી અને સુશિલા સુરેશ ઠાકોર, (રહે. વણકરવાસ, રબારીવાસ સામે, નવગ્રહ મંદિર પાછળ, ,) મોહંમદહમઝા અબ્દુલસમદ ગોલાવાલા ( રહે. પીર અઝીમ કોમ્પલેક્ષ કહાર મહોલ્લા પાસે, બાવામાનપુરા, પાણીગેટ, વડોદરા)અને સલીમભાઇ અકબરભાઇ શેખ,( રહે. એકાવન કબ્રસ્તાન પાસે, એકતાનગર, આજવા રોડ, વડોદરા)ને ઝડપી પડવાના આવ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રહેણાંક મકાનમાંથી રૂ 11 હજારનો ગાંજો,રોકડા રૂપિયા રૂ.૩૨૫૦,ત્રણ મોબાઇલ ફોન રૂ.6 હજાર અને એક રીક્ષા એક લાખ તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સહિતનો મુદ્દામાલ વાડી પોલીસને આગળની તપાસ માટે સોંપવામાં આવ્યો છે.

Most Popular

To Top