સુરત: ઇચ્છાપોરથી અકસ્માતની (Accident) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોસ્ટેબલનું (Constable) અકસ્માતમાં મોત (Death) નિપજતા પોલીસમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સર્કલ પર ટ્રક ચાલકે મહિલા કોસ્ટેબલને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ બાદ ઇચ્છાપોર પોલીસ (Police) તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં ટ્રક ચાલક દ્વારા પાછળથી એક્ટિવા પર સવાર મહિલા પોલીસ કોન્સ્ટેબલને ટકકર મરાતા અકસ્માત સર્જાયો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે પાલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
- સર્કલ પર ટ્રક ચાલકે મહિલા કોસ્ટેબલને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત થયું
- આકસ્મિક મોતને કારણે પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો
પોલીસે જણાવ્યું હતું કે કાળ નો કોળીયો બનેલા પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા હાલ એટલે કે 6-7 વર્ષથી જ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. ઇચ્છપોર બાદ એમને ટ્રાફિક વિભાગની જવાબદારી સોપવામાં આવી હતી. આજે DCP ટ્રાફિક કચેરીએ મિટિંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતા. ત્યારે જ કાળ મુખી ટ્રકે ટક્કર મારતા પ્રેમીલાબેન નું મોત નીપજ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે પ્રેમીલાબેન ના લગ્ન 10 વર્ષ પહેલા જ થયા હોવાનું અને એક 9 વર્ષનો પુત્ર અને 7 માસ ની દીકરી હોવાનું જાણવા મળ્યું છે. મહીસાગર જિલ્લાના વતની એવા પ્રેમીલાબેનના પોસ્ટ મોર્ટમ માટે અંતિમ વિધિ માટે એમનો મૃતદેહ વતન મહીસાગર લઈ જવામાં આવ્યો હતો. એક પ્રામાણિક અને કામ પ્રત્યે નિષ્ઠા ધરાવતા પ્રેમીલાબેનના અકસ્માત મોતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.