SURAT

લાજપોર જેલમાંથી ચાલતા એમ.ડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ : ત્રણની ધરપકડ

સુરત: ‘નો ડ્રગ્સ ઈન સુરત સીટી’ (NoDrugsInSuratCity) અભિયાન અંતર્ગત સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની (Surat) ટીમે રાજસ્થાનમાં (Rajashthan) ગુપ્ત ઓપરેશન હાથ ધરી અંદાજીત 8 કરોડની કિંમતના એમ.ડી ડ્રગ્સ (MDDrugs) બનાવવાનો રો-મટીરીયલનો જથ્થો કબજે કરી તપાસ હાથ ધરી છે.

એટલું જ નહીં પણ ડ્રગ્સ માફિયા સુનિલ કૌશિકના લાજપોર જેલમાંથી (LajporJail) બેઠા બેઠા ઓપેરટ થતા ઍમ.ડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરી એક મોટા રેકેટને ઝડપી પાડવામાં મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે ત્રણની ધરપકડ (Arrest) કરી આગળની તપાસ હાથ ધરી છે.

અજયકુમાર તોમર (સુરત પોલીસ કમિશનર) એ જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઍનડીપીઍસના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ સુનિલ કૌશિક જેલમાંથી મોબાઈલ ફોન ઓપરેટ કરી હરિયાણા ખાતે રહેતા તેના પિતા ગજાનંદ શર્મા સાથે સંપર્ક કરી પડોશી રાજય રાજસ્થાનની હદમાંથી ગુજરાતના સુરત સહિત અન્ય શહેરો અને મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઘુસાડવાનું કાવતરુ કરતો હોવાની માહિતી પ્રાપ્ત કરી હતી.

જેને આધારે ઉચ્ચ અધિકારીઓએ 19મીના રોજ સુનિલ કૌશિક અને તેના પિતા ગજાનંદ શર્મા (રહે, ભીવાની હરિયાણા) સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાઇ હતી. તેમજ એક ટીમ બનાવી રાજસ્થાનમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જ્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ ને પાલી જીલ્લ્ના રોહત તાલુકાના પાતી ગામ રાજપુરોહિતોકા બાસમાં આવેલા વાડાની ઓરડીમાં પડેલી પ્લાસ્ટીકની બેગોમાંથી ઍમ.ડી. ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 10 કિલો 901 ગ્રામ રો મટીરીયલનો જથ્થો મળી આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, આ જથ્થામાંથી અંદાજીત 8 કરોડનો ઍમ.ડી ડ્રગ્સ બનાવી માર્કેટમાં વેચાણ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘનશ્યામ અશ્વીન મુલાણી (રહે, રાજનંદીની સોસાયટી વેલંજા ઉમરાગામ), સુનિલ કૌશિક ગજાનંદ શમા, ગજાંનંદ શર્માની ધરપકડ કરી હતી જયારે  વીરામણી ઉર્ફે અન્ના પાંડુરંગને વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં સુનિલ કૌશિક લાજપોર જેલમાંથી બેઠો બેઠો ડ્રગ્સનો નેટર્વક ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.

લાજપોર જેલમાં પ્લાન બનાવ્યા બાદ પેરોલ જમ્પ કર્યા
પોલીસની પુછપરછમાં આરોપી ઘનશ્યામ મુલાણી, સુનીલ કૌશિક અને વીરામણી ઉર્ફે અન્ના પાંડુરંગ લાજપોર જેલમાં સાથે હતા. સુનિલ શર્મા સામે ડીઆરઆઈઍ સન  2019માં 7.694 કિલો ઍમ.ડી ડ્રગ્સનો કેસ કર્યો હતો. વીરામણી ઉર્ફે અન્ના સામે 2020માં ડીસીબીઍ 1 કિલો ઍમ.ડી ડ્ર્ગ્સનો જયારે ઘનશ્યામ મુલાણી સામે સન ૨૦૧૯માં કતારગામ પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઅો લાજપો જેલમાં સાથે હતા ત્યારે ઍમ.઼ી.ડ્ગ્સ બનાવવાનો પ્લાન બનાવ્યો હતો જેના ભાગરૂપે ઘનશ્યામ મુલાણી અને વીરામણી પેરોલ જમ્પ કરી હતી.

અગાઉ 12 કિલો એમ.ડી ડ્રગ્સનું વેચાણ કર્યું હતું
ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંદાજીત 8 કરોડના ઍમ.ડી ડ્રગ્સનો જથ્થો બનાવી શકાય તેટલો રો -મટીરીયલનો જથ્થો કબજે કરી તેમનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે. જાકે પુછપરછમાં સુનિલ , ઘનશ્યામ અને વીરામણીઍ  અગાઉ સુનિલ કૌશિકના પિતા ગજાનંદ શર્મા પાસેથી 12 કિલો જેટલો એમ.ડી. ડ્રગ્સની બનાવટમાં વપરાતા રો મટીરીયલનો જથ્થો મેળવી રાજસ્થાનમાં ઍમ.ડી. ડ્રગ્સ બનાવી વેચાણ કયું હોવાની કબુલાત કરી છે.

Most Popular

To Top