નવી દિલ્હી: ખાલિસ્તાન ટાઈગર ફોર્સના (KTF) આતંકવાદી (Terrorist) હરદીપ નિજ્જર (HardeepNijjar) હત્યાના (Murder) મામલે ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે તણાવની સ્થિતિ ઉદ્દભવી છે ત્યારે આજે કેનેડાથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં ગેંગસ્ટર (Gangster) સુખદુલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની (SukhaDunnake) હત્યા થઈ છે. ભારતમાંથી ફરાર વોન્ટેડ (Wanted) દુન્નાકે 2017માં નકલી પાસપોર્ટ પર પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. તે ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ હોવાની વાત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગેંગસ્ટર દુન્નાકેની વિનીપેગમાં ગોળી મારી હત્યા કરાઈ છે. દુન્નાકે પર 15 રાઉન્ડ ફાયરીંગ કરાયા હતા. ગેંગસ્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. દુન્નાકે એનઆઈએના ટોપ 41 આતંકવાદીઓ અને ગેંગસ્ટર્સના લિસ્ટમાં સામેલ હતો. કેનેડામાં ખાલિસ્તાની હરદીપ નિજ્જરની હત્યા બાદ આ બીજી મોટી ઘટના છે.
ઘરમાં ઘુસી માથામાં 9 ગોળી મારી
કેનેડાના વિનીપેગ શહેરમાં હેઝલટન ડ્રાઇવ રોડ પર કોર્નર હાઉસના ફ્લેટ નંબર 203માં સુખા તેના ઘરમાં હતો. ત્યારે કેનેડાના સમય મુજબ સવારે 9.30 વાગ્યે હુમલાખોરો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેના માથામાં નવ ગોળી મારી હતી. જેના કારણે તેનું માથું ઉડી ગયું હતું. આખા રૂમમાં લોહી પથરાયેલું હતું. હત્યા બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
દુન્નાકે કેનેડામાં બેઠો બેઠો ભારતમાંથી ખંડણી વસૂલતો હતો
આરોપી સુખા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલાનો રાઈટ હેન્ડ હતો અને NIAની વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. સુખા કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો દ્વારા ખંડણી વસૂલતો હતો. સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે 2017માં બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ અને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવીને કેનેડા ભાગી ગયો હતો.
તેમ છતાં તેની સામે સાત ગુનાહિત કેસ નોંધાયા હતા. પોલીસ સાથે મિલીભગત કરીને તેણે કેનેડાના વિઝા મેળવ્યા હતા. દુનેકે સામે કેસ પણ દાખલ કરાયો હતો. પંજાબ પોલીસના બે કર્મચારીઓ પર તેની મદદ કરવાનો આરોપ હતો. બાદમાં મોગા પોલીસે તેમની ધરપકડ કરી હતી.
પંજાબ પોલીસ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના સાગરિતોને પકડવા એકશનમાં
પંજાબ પોલીસ પણ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના સાગરિતો સામે સવારે 7 વાગ્યાથી એક્શનમાં છે. પંજાબ પોલીસ રાજ્યભરમાં મોટા પાયે દરોડા પાડી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લેવા આદેશ આપવામાં આવ્યો છે. આજે એટલે કે ગુરુવારે સાંજે 5:00 વાગ્યે ADGPને રિપોર્ટ સુપરત કરવા આદેશ કરાયો છે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડી બ્રાર પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ છે.