સુરત: સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) ઓર્થોપેડિક (Orthopedic) વિભાગના પ્રોફેસર ડૉ. જીગ્નેશ પટેલને ઘૂંટણના દુખાવા માટે મુક્તિ આપવાની નવી આધુનિક નિડલ પ્લાસ્ટી પદ્ધતિના સંશોધન પેપર અંગે કલકત્તા (Kolkata) ખાતે ઇન્ડિયન એકેડેમી ઓફ ઓર્થોપેડિક સર્જનની (IAOS) વિશિષ્ટ ઓર્થોપેડિક સંસોધનની કોન્ફરન્સમાં ગોલ્ડ મેડલના સંયુક્ત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડો. જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વમાં પેટર્ન યોગ્ય સારવાર પદ્ધતિ માટે દેશમાં પહેલો ઓર્થો સર્જન તરીકે સન્માનિત કરાયો હોઉં એમ કહી શકું છું. આ કાર્યક્રમમાં બાંગ્લાદેશ, નેપાળ ઇટાલી અને દેશના વિવિધ રાજ્યોના સર્જનોએ પણ ભાગ લીધો હતો. 25 પેપરમાંથી લગભગ 10 પેપર ની પસંદગી કરાઈ હતી. જેમાં પ્રથમ ક્રમે બેને સન્માનિત કરાય હતા. જેમાં મને દેશના પ્રથમ ઓર્થો સર્જન તેમજ ઘૂંટણની સારવારમાં નીડલ પ્લાસ્ટી સંશોધન પેપર માટે સન્માન થયું હતું.
ડો. જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે આ વિશિષ્ટ કોન્ફરન્સમાં મારા સંશોધન પેપર ‘નીડલ પ્લાસ્ટી- ઘૂંટણના સાંધાની માઈક્રો સર્જરી” ને બિરદાવવામાં આવી હતી. આ વિશીસ્ત કોન્ફરેન્સ માં દુનિયા ના ઘણા દેશો માંથી આવેલા પ્રતિનિધિઓ દ્વારા હાડકા ના વિષય માં મેડીકલ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર એવા વિષય પર સંશોધનો અને સારવાર પદ્ધતિ રજુ થઇ હતી. મેં લગભગ 12 વર્ષમાં સુરત સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ ઉપર રહી ને 1200 થી વધુ હાડકાની સર્જરી કરી છે. જેમાં 600 જેટલી સર્જરી ઘૂંટણ ને લઈ કરી હોય એમ કહી શકાય છે. આ પેપર સંશોધનમાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
વધુમાં જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે ઘુંટણની અંદરની જે રચનામાં બોન ડેથ એટલે કે હાડકામાં લોહી સપ્લાય બંધ થવાથી હાડકાના બહારનું આવરણ cartilage મરી જાય જેમાં લોહીનું પરિભ્રમણ વધારી ઘસારો ઓછો કરવા માટે સ્પેશ્યલ પ્રકારની નીડલ ટેક્નિકથી સ્નાયુઓને ઢીલા કરવાની અને તેથી ઘુંટણ ના બે હાડકા વચ્ચે થતો ઘસારો ઓછો કરવાની પદ્ધતિ દ્વારા ઘૂંટણની સારવારમાં સારું પરિણામ મેળવી શકાય છે. ભારતમાં આ ચોથી કોન્ફરન્સ થઈ હતી. જોકે પહેલી વાર ઓર્થોપેડિક સર્જન માટે વિશિષ્ટ અને અલગ રીતે દર્દી ને લાભદાયી થતી હોય એવી સર્જરી એસોસિએશન પહેલીવાર બન્યું છે. પૂર્વજોના સમયમાં થતી ઓર્થો સારવાર અને નવા જમાનામાં સાઇન્ટિફિક પુરાવા સાથે મેળજોડ કરી ને જે ટેક્નિક વિકસાવે છે એવા સર્જાનોનું આ એક એસોસિએશન છે. તેના દ્વારા ગોલ્ડ મેડલ શેસન રાખવામાં આવ્યો હતો. જેમાં સન્માનિત થઈ ખૂબબજ આનંદ થયો છે.