નમૅદા ડેમમાંથી 19લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહયું છે.જેના પરિણામે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. ગત મોડી રાત્રે લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જે પાણી વહેલી સવારે ચાંદોદ પંથકમાં બે માળ સુધી પાણી ભરાઈ ગયા હતા .જેથી સ્થાનિક રહીશો ચિંતાતુર બન્યા હતા.નર્મદાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામોમાં પાણી ઘૂસી ગયા. એટલું જ નહીં પરંતુ આ પાણી ભરાઈ જવાના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું છે. ચાંદોદ કરનાળી ખાતે પાણી ભરાઈ જવાના કારણે વહીવટી તંત્રએ પાંચ થી છ પરિવારજનો રેસ્ક્યુ કર્યા હતા.વિકટ પરિસ્થિતિમાં જે પરિવારો છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એંધાન આવી રહ્યા છે. નર્મદા મૈયાના પાણી સમગ્ર ગામમાં પ્રવેશી જતા વહેલી સવારથી જ વાહનો ની જગ્યાએ નગરમાં નાવડિયો ફરતી થઈ હતી. અવી વિકટ પરિસ્થિતિ 1994માં અને 2013માં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે સમગ્ર ચાંદોદ અને કરનાળી પંથકમાં વાહનોની જગ્યાએ ના નાવડીઓ ફરતી હતી તેવી પરિસ્થિતિનું ફરી પુનરાવર્તન 2023માં જોવા મળ્યું હતું. વહીવટી તંત્ર આ ગત મોડી સાંજથી કામે લાગ્યું હતું અને ખડે પગે રહીને મામલતદાર અને એસ ડી એમ સહિત સમગ્ર ટીમ ધટના સ્થળે આવી પોહચી હતી.
શહેરા તાલુકામાં 24 કલાકમાં 16 ઇંચ કરતાં વધુ વરસાદ
શહેરાછ શહેરા તાલુકામાં ત્રણ દિવસથી વરસાદી માહોલ બનવા સાથે ચોમાસુ રીટન આવતા જગતનો તાત ખુશખુશાલ થયો હતો જ્યારે શનિવારની રાત્રીથી રવિવારના દિવસ દરમિયાન 16, ઇંચ કરતાં વધુ વરસાદ મામલતદારના ડિઝાસ્ટર શાખામાં નોંધાયો હતો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ શાન્તા કુંજ સોસાયટીમાં નદીના જેમ પાણી વહેવા સાથે ઘરોમાં પાણી ભરાઈ જતા ત્યાંના રહીશો ભારે ચિંતિત થઈ ઊઠ્યા હતા જ્યારે આ જ વિસ્તારમાંથી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે ઉપર અવર જવરના બન્ને તરફ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી.
બસ, રીક્ષા સહિત અન્ય નાના મોટા વાહનો આ પાણીમાં ફસાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકવામાં સાથે ગમે તે રીતે પાણીમાંથી પોતાના વાહનો બહાર કાઢવાની કોશિશ કરતા નજરે પડી રહ્યા હતા જોકે સતત વાહનોની અવરજવર આ હાઇવે ઉપર રહેતી હોવા સાથે 10 કલાક સુધી પાણી આ હાઇવે માર્ગ ઉપર ભરાયેલા રહેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.જ્યારે રાજસ્થાન ,મધ્ય પ્રદેશ , ઉત્તર પ્રદેશ અને સ્થાનિક રાજ્યના વાહન ચાલકો હાઇવે ઉપર બે કરતા વધુ ફૂટ પાણી ભરાતા તેઓ ચિંતિત થઈ ઊઠવા સાથે ગમે તે રીતે વાહન લઈને પસાર થતા જોવા મળ્યા હતા. તાલુકાની મુખ્ય રેફરલ હોસ્પિટલ ખાતે વરસાદી પાણી ભરાઈ જતા સ્ટાફ અને દર્દીઓને અવર જવરમાં ભારે તકલીફ પડી રહી હતી. અને તાલુકામાં વીજ પુરવઠો પૂરો પાડતી એમજીવીસીએલ ના સબ સ્ટેશનમાં વરસાદી પાણી ઘુસી જતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
જેના કારણે નગર અને સમગ્ર તાલુકામાં અંધારપટ છવાઈ ગયો હતો જ્યાં સુધી એમજીવીસીએલ ના સબ સ્ટેશનની અંદરથી પાણી નીકળે નહીં ત્યાં સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવવા સાથે ફરજ બજાવતો સ્ટાફ પણ પાંચ ફૂટ કરતા વધુ ઊંડા પાણીમાં પસાર થઈને પોતાની ફરજ બજાવતો નજરે પડી રહ્યો હતો. આ સહિત તાલુકા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ જવા સાથે અમુક કાચા મકાનો પણ ધરાશાય થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું હતુ.
જ્યારે તાલુકાના પોયડા ગામમાં આવેલ નાયક ફળિયામાં કોતર ના પાણી ઘરોમાં ઘૂસી જતા ત્યાંના લોકો ભારે ચિંતિત થઈ ઊઠ્યા હતા અને તંત્ર તેમજ ગામ ના અગ્રણીઓ દ્વારા તમામને ત્યાથી સુરક્ષિત બહાર કાઢીને ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે 70 લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં સારો વરસાદ એક તરફ ખેડૂતો ખુશખુશાલ થયા તો બીજી તરફ અમુક ખેડૂતોના ખેતરમાં રહેલ પાક પાણીમાં ગરકાવ થઈ જતા આ ખેડૂતો ચિંતાતુર થયા હતા.