સુરત: સુરત (Surat) શહેર અડાજણ (Adajan) વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા ત્રણ લૂંટારાએ તમાકુના વેપારીને છરી બતાવી 8 લાખની લૂંટ (Robbery) ની ચકચારિક ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે બેને ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે. એટલું જ નહીં પણ વેપારીની રેકી કરી લૂંટને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે (Police) 3.55 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે ઘટના મંગળવારે રાત્રે 11.30થી 12.00 વાગ્યાની હતી. પાલનપુર પાટિયા ખાતે પાન એન્ડ કોલ્ડ્રીંક્સની હોલસેલની દુકાન ધરાવતા વેપારી રવિભાઈ દુકાન બંધ કરી ઘરે જતા હતા. ત્યારે એલપી સવાણી રોડ પાસે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ વેપારી રવિભાઈને આતરી છરીની અણીએ 8 લાખનો થેલો ઝૂંટવી ભાગી ગયા હતા. લૂંટારાઓ સાથેની ઝપાઝપીમાં વેપારી રવિ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લૂંટની ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. લૂંટનો સમગ્ર બનાવ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન બાતમીના આધારે ઉધના અરીહંત કોમ્પલેક્ષથી સ્વામીનારાયણ મંદીર તરફ જતા સર્વિસ રોડ ઉપરથી આરોપીઓ (1) અમુલ પંડીત મોહીતે ઉવ. ૨૨ ધંધો- હમાલીકામ રહે ઘર નંબર ૫૮૨ ઉધના રોડ નંબર ૯ મોરારજી વસાહત મળગાવ- લહાન શહાદા- પ્રકાશા તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) (2) સચિન લક્ષ્મણ ઉર્ફે શક્તિ તેલગુ. ઉવ.૨૬ ધંધો-નોકરી રહે. પ્લોટ નંબર ૧૦૬ હરીનગર વિભાગ-૦૧ મા ભાડેથી ઉધના સુરત તથા ઘર નંબર ૬૩૫/શિવ નગર,મોરારજી વસાહત ઉધના રોડ નંબર- ૦૯ ઉધના સુરત મુળગામ- રાયચર ( કર્ણાટક ) ને રોકડા 275000/- રૂપિયા તેમજ બર્ગમેન બાઈક GJ-05-LV- 8544 80000/- મળી કુલ્લે 355000/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીઓએ પુછપરછ કરતા જણાવ્યુ હતું કે આજથી આશરે ત્રણેક મહીના પહેલા શંકર ટ્રેડર્સ રાંદેર રોડ પાલનપુર જકાત નાકા ખાતેના ટોબેકો દુકાનમા અગાઉ નોકરી કરતા રીન્યુ વર્માએ ની માહિતી મુજબ દુકાનનો માલીક રોજ રાત્રે લાખો રૂપીયોનો વકરો લઇ એકલા મોટર સાયકલ પર રાત્રીના અગ્યારેક વાગે ઘરે જાય છે. ત્યારબાદ મીત્ર અમુલ મોહીતે ને રીન્કુ વર્મા સાથે દુકાન અને જગ્યાની રેકી કરાવી હતી. પરંતુ તે સમયે બીજા માણસો તૈયાર કરી શકયા ન હતા. જેથી લૂંટ કરવાનું પડતુ મુકયુ હતું. એક મહીના અગાઉ પોતાના ઓળખીતા મારફતે વોન્ટેડ આરોપીઓને શંકર ટ્રેડર્સના માલીકની રોકડ રકમ ની લુટ કરવા બાબતે જણાવતા અમુલ મોહીતે એ બન્ને જણા સાથે લુટના કામમા જવા તથા જગ્યા બતાવવા તૈયાર કરી અમુલ તથા વોન્ટેડ આરોપીઓ મારફતે તે દુકાનની રેકી કરાવી લુટની યોજના ઘડી કાઢી હતી.
ત્યારબાદના રોજ ટોબેકો વેપારી દુકાનની રકમ લઇ ઘરે જવા નિકળતા હતા. ત્યારે પોતાના મીત્રો અમુલ તથા વોન્ટેડ આરોપીઓને મોકલી લુટ ને અંજામ આપ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે લુટની રકમમાથી પોતાના ભાગે આવેલી રકમ સાથે રાત્રી દરમ્યાન મોજ શોખ માટે ફરવા નીકળ્યા ગયા હોવાની કબુલાત કરી હતી. હાલ ક્રાઈમ બ્રાન્ચ આગળની તપાસ હાથ ધરી છે.