વડોદરા: શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ માં રહેતી વિધવા મહિલાએ ફરીયાદ નોંધાવી છે કે હું ઉપરના બતાવેલ સરનામે મારા દિકરા કૌશલ (ઉ.વ.૧૩)ની સાથે રહું છુ. મારા લગ્ન વર્ષ ૨૦૦૯માં લગ્ન થયા હતા પરંતુ પતિ હિતેશકુમાર રાણાનુ વર્ષ ૨૦૧૪માં અવસાન થયું હતું હાલમાં ફાર્માસી કંપનીમાં એડિમેન તરીકે ફરજ બજાવું છુ. મેરેજ બ્યુરો ચલાવતા નરેંદ્રભાઇ ડાભીએ ધવલ શૈલેષભાઇ પટેલ (રહે.૧૦ રાધાક્રિષ્ના સોસાયટી, આણંદ તા-જી.આણંદ)ને લઇને મને બતાવવા માટે આવ્યા હતા.
હું અને ધવલ શૈલેષભાઇ પટેલ એકબીજા સાથે સંપર્કમાં રહી વાતચીત કરતા હતા પરંતુ અમુક સમય પછી ધવલ પટેલ સાથે મનમેળ મને નહિ લાગતા મેં વાતો કરવાનુ બંધ કરી દિધુ હતુ.જેથી તે મને વારંવાર કોલ અને મેસેજ કર્યા કરતો હતો પરંતુ મે કોઈ જવાબ આપતી ન હતી. હું મારી નોકરીનો સમય પુરો થતા ઘરે જવા નીકળી ત્યારે મારો પિછો કરી ઉભી રખાવી બોલાચાલી ઝઘડો કર્યો અને મારા ખંભાના પાછળના ભાગે શર્ટમાં હાથ નાખી શર્ટ ફાડી નાખતા હું ડરી ગઈ હતી અને પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પરંતુ મારી નોકરી અને આબરૂ બન્ને ઉપર અસર થશે તેવુ લાગતા તેની સાથે સમાધાન કરી અરજી પરત ખેંચી હતી.
તા.૦૨ સપ્ટેમ્બરના રોજ મારા હાલના સરનામેથી સવારે આઠેક વાગ્યે માતા-પિતાના ઘરે જતી હતી. ત્યારે ધવલ પેટલે મને ઉભી રખાવી ધમકી આપી હતી કે, તુ મારી સાથે લગ્ન નહિ કરે તો તને કોઇની નહિ થવા દઉં અને તારા છોકરા અને તને બન્નેને પતાવી દઇશ તેવી ધમકી આપી મારી મારો હાથ પકડી તને અહીયાથી નહિ જવા દઉં, તુ મારી એક્ટિવામાં બેસી જા તેવુ જણાવતા હુ ગભરાઇ ગયેલ હતી અને મારા માતાના ઘરે ભાગી ગઈ હતી. જેનીની મારા માતા અને બન્ને ભાઇઓને વાત કરતા તેઓએ આપણી આબરૂ જશે અને તારી નોકરીમાં અસર થશે. જેથી ફરીયાદ આપેલ નહિ પરંતુ અવાર-નવાર અલગ અલગ નંબરોમાંથી મને ફોન કરી હેરાન પરેશાન કરતો હોવાથી ધવલ પટેલ સામે ફરિયાદ નોધાવી છે.પોલીસ યુવક ધવલ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.