વડોદરા: અકોટા વિસ્તારમાં ખોટા નામ અ્ને સરનામા સાથે રહેતા 25 પરપ્રાંતિયો લોકોની પુછપરછ કરાઇ હતા. તેમની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂટણી કાર્ડ ભાડા કરાર જેવા દસ્તાવેજી પુરાવ મેળવ્યા હતા. પુરાવા કોણે બનાવી આપનાર તથા ઇસ્યુ કરનાર એજન્સીઓનો સંપર્ક કરી પુરાવા સાચા કે ખોટા તેની તપાસ શરૂ કરાઇ છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતિયો ખોટાનામ અને સરનામા ધારણ કરીને વસવાટ કરી રહ્યા છે.
ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ વી એસ પટેલને બાતમી મળી હતી કે ખોટા નામ અને સરનામા સાથે બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે. આવા પરપ્રાંતિયો લોકો અલગ અલગ વિસ્તારમાં ભરતકામ, ગુથણકામ, સોનીકામ,તથા મજૂરી સહિતની કામગીરી કરતા હોય છે. જેના આધારે એસઓજીના સ્ટાફ દ્વારા અકોટા વિસ્તારમાં ભાડેથી રહેતા પરપ્રાંતિયો શખ્સોની તપાસ કરી હતી અને તેઓ્ના નામ સરનામા, આધાર પુરાવા સહિત ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા.
આવા 25 જેટલા લોકોને ચેક કરી તેમની પૂછપરછ કરતા તેઓ પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર તથા નેપાળના મૂળ વતની હોવાનુ જાણવા મળ્યું છે. તેઓ્ની પાસેથી આધાર પુરાવા તરીકે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ તથા ભાડા કરાર સહિતના દસ્તાવેજી પુરાવા મેળવ્યા હતા. આવા પુરાવા બનાવી આપનાર તથા ઇસ્યુ કરનાર એજન્સીઓનો સંપર્ક કરી આ દસ્તાવેજો સાચા છે કે ખોટા છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.