સુરત: સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) CMOની લાપરવાહીને કારણે એક મૃતદેહ 10 કલાક સુધી રઝડતો રહ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ જવાબદાર મેડિકલ ઓફિસરે (CMO) 23મીએ પડી ગયા બાદ સિવિલમાં દાખલ દર્દીનું (Patient) 26 મી ઓગસ્ટના રોજ MLC કર્યા બાદ પોલીસ જાણ નહિ કરાવતા 12 સપ્ટેમ્બરના રોજ મોતને ભેટેલા વૃદ્ધનો મૃતદેહ 10 કલાક સુધી પોલીસ (Police) જાણ વગર રઝળતો રહેતા પરિવારે રોષ વ્યકત કર્યો હતો. જોકે આખો મામલો સિવિલ સુપરિટેન્ડન્ટ સમક્ષ પહોંચતા એમની મધ્યસ્થી બાદ સિવિલ ચોકીના જમાદારે ડીંડોલી પોલીસને વૃદ્ધના મોતની જાણ કરી કાયદેસર ની કાર્યવાહી આગળ વધી હતી.
હીરામન રાવ સાહેબ (મૃતકના દીકરા) એ જણાવ્યું હતું કે તેઓ મહારષ્ટ્રના વતની છે અને નવાગામ ખોંડલ કૃપા સોસાયટીમાં રહે છે. 60 વર્ષીય પિતા રાવ સાહેબ ભુટાભાઈ નાનદારેને 12 ઓગસ્ટના રોજ સવારે અચાનક બાથરૂમમાં ચક્કર આવી પડી જતા તેમને માતા સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યા પિતાને તાત્કાલિક દાખલ કરી સારવાર શરૂ કરાઇ હતી. જોકે CT સ્કેન અને MRI રિપોર્ટ ના આધારે રાવ સાહેન ને બ્રેઇન એટેક હોવાનું સામે આવતા 26 મીના રોજ વોર્ડના તબીબોએ પડી ગયા હોવાની વાતને આધારે MLC કરાવ્યું હતું. ત્યારે ટ્રોમાં સેન્ટરમાં ફરજ પર હાજર ડો. વિભૂતિ મેડમે MLC કરાવી દર્દીના કેસ પેપર વોર્ડમાં મોકલી દીધા હતા.
વધુમા જણાવ્યું હતું કે, બ્રેઇન એટેક ને લઈ હાથ-પગ માં લકવાની અસર દેખાતા તેમને ઓપરેશન માટે ડોક્ટરો એ આયુષમાન કાર્ડ બનાવવા સૂચન કર્યું હતું. જોકે સારવાર દરમિયાન રાવ સાહેબ ને શ્વાસની તકલીફ ઊભી થતા ICU માં ખસેડાયા હતા. જ્યાં ફેફસામાં ઇન્ફેક્શન થયું હોવાનું પણ તબીબોએ જણાવી 13 દિવસ સુધી ICU માં રાખ્યા હતા. 11 મી સપ્ટેમ્બર ના રોજ શ્વાસની તકલીફની સાથે ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા ડોક્ટરોને જાણ કરાઈ હતી. જેથી આજે સવારે (12 મીના રોજ) ગળામાં નાખેલી નળી સાફ કરતી વખતે પિતા રાવ સાહેબે અંતિમ શ્વાસ લેતા ડોક્ટરો એ CPR આપવાનું શરૂ કરી દીધું હતું. મૃત પિતાનો મૃતદેહ સવારે 11 વાગ્યા સુધી ICU માં પડી રહ્યો હતો. સિવિલ ચોકીના જમાદાર કહેતાં હતા કે અમારા ચોપડે આવી કોઈ નોંધ લેવાય જ નથી,
પોલીસ ચોકીના જમાદારે જણાવ્યું હતું કે 12 ઓગસ્ટ ના રોજ દાખલ દર્દીનું 26 ઓગસ્ટ ના રોજ ડો. વિભૂતિ મેડમ (CMO) MLC કરાવે છે. પરંતુ પોલીસ જાણ કરાતી નથી. ત્યારબાદ આજે દર્દી મૃત્યુ પામે છે એટલે MLC ના આધારે પોલીસ જાણ માટે કેસ ફાઇલ પોલીસ ચોકીમાં લાવવામાં આવે છે. ત્યારે ખબર પડે છે કે MLC થયા બાદ પોલીસ જાણ કરવામાં આવી નથી. જોકે સુપ્રિરિટેન્ડન્ટ મધ્યસ્થી કરતા આખરે ડીંડોલી પોલીસ ને MLC નંબર 20880 ની જાણ કરવામાં આવી છે. હવે પોલીસ આવશે અને નક્કી કરશે કે પોસ્ટ મોર્ટમ કરવુ કે પોસ્ટ મોર્ટમ વગર મૃતદેહ આપી દેવો એ નક્કી કરી આગળની કાર્યવાહી કરશે.