SURAT

ડિપ્રેશનની બિમારીએ બે દીકરીને અનાથ કરી, સુરતમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

સુરત (Surat): સુરતના ડીંડોલીમાં (Dindoli) ઘરકંકાસથી કંટાળીની પત્ની હત્યા (WifeMurder) કર્યા બાદ પતિએ આપઘાત (Sucide) કરી લીધો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ઘટના સ્થળે પહોંચી ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના રાજુભાઇ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહે છે. તેઓ જ્વેલરીનું મજૂરીકામ કરી પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થાય છે. રાજુભાઈ છેલ્લા એકાદ વર્ષથી બિમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયાં હતાં. આ ડિપ્રેશનના કારણે પત્ની સાથે અવાર-નવાર ઝઘડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. માનસિક તણાવમાં જ રાજુભાઈએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લઈને જીવન ટૂંકાવ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

વધુમાં જણાવ્યું હતું કે, કૈલાશ નગરમાં રહેતા રાજુભાઇને બે સંતાન છે. રાજુભાઇ છેલ્લાં ઘણા સમયથી ડિપ્રેશનની બિમારીના કારણે આવું પગલું ભરી બેઠા હોય એમ કહી શકાય છે. મૃતક પત્ની સાયલાબેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહિલા શિક્ષિકા તરીકે સેવા બજાવતા હતા. ડિપ્રેશનમાં રહેવાના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ વાત હત્યા સુધી પહોંચતા બન્ને બાળકો એ માતા-પિતા ગુમાવવાનો વારો આવ્યો છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, નાની બહેન આજે સવારે મૃતક શૈલાબેન ને લેવા માટે ઘરે આવી હતી. ત્યારે સવારે 10:30 વાગ્યાના અરસામાં ઘરમાં તેની મોટી બહેનને લોહીલુહાણ હાલતમાં જોઈ હોંશ ઉડી ગયા હતા. તાત્કાલિક પરિવારને જાણ કરવા સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. શૈલાબેનની એક દીકરી અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે બીજી દીકરી દાહોદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરી બંને દીકરીઓ પરિવારને આર્થિક રીતે મદદ કરતા હતા. જોકે આજે માતા-પિતાના મોત બાદ બંને દીકરીઓના માથે આભ તૂટી પડ્યું હતું.

Most Popular

To Top