Vadodara

વડોદરામાં હર હર મહાદેવના નાદ સાથે કાવડ યાત્રા નીકળી: શ્રદ્ધાળુઓની ભીડ જામી

વડોદરા: વડોદરામાં નીકળેલી કાવડ યાત્રામાં સાધું સંતો સહિત 300થી વધુ કાવડ યાત્રીઓ જોડાયા હતા. અને રાજમાર્ગો બમ બમ ભોલેના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠ્યા હતા.શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા વડોદરા શહેરમાં આવેલ સિધ્ધનાથ તળાવ પાસેથી સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. કાવડ યાત્રા સમિતિ દ્વારા સતત દસમા વર્ષે આ કાવડ યાત્રા યોજાઈ છે.ત્યારે તેમાં વડોદરા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ શ્રદ્ધાળુઓ જોડાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા 2014 થી વિશ્વના કલ્યાણ હેતુ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે.શિવનગરી વડોદરા શહેરમાં આજે સોમવારે કાવડ યાત્રા નીકળતા શહેર શિવમય બનવા પામ્યું હતું.

શ્રાવણ માસના છેલ્લા સોમવારે શહેરના શિવમદિરોમા ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું
શ્રાવણ માસના છેલ્લા સોમવારે માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શ્રાવણના છેલ્લા સોમવારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલશ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભગતો એ જલાભિષેક, દુગ્ધાભિષેક કરવા તથા લઘુ રૃદ્ર જેવા અનુષ્ઠાન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.શિવ ભક્તો અને આયોજકો દ્વારા શ્રાવણ મહિનો ધામધૂમથી ઉજવવા માટે ઉત્સાહ હતો.

આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે ફૂલો થી શુભોભિત કરવામાં આવ્યું હતું.શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણના અંતિમ સોમવારે મહિલાઓ દ્વારા 108 શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. છેલ્લા સોમવારે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલશ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભગતો એ જલાભિષેક, દુગ્ધાભિષેક કરવા તથા લઘુ રૃદ્ર જેવા અનુષ્ઠાન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.

Most Popular

To Top