Sports

IND vs PAK LIVE: ભારતે પાકિસ્તાનને 357 રનનો ટારગેટ આપ્યો, વિરાટનો 47મો શતક

કોલંબો: રિઝર્વ ડે પર ભારત વિ પાકિસ્તાન મેચ એક કલાક 40 મિનિટના વિલંબ સાથે શરૂ થઈ હતી. એશિયા કપ સુપર ફોરની મેચમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી હતી પરંતુ વરસાદને કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી, જે હવે સોમવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગઈ કાલે અણનમ પરત ફરેલા બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી.

ભારતે પાકિસ્તાનને જીતવા માટે 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી વિરાટ કોહલીએ 94 બોલમાં 122 રન બનાવ્યા જેમાં 9 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે કેએલ રાહુલે 106 બોલમાં 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કોહલી-રાહુલે 194 બોલમાં 233 રનની ભાગીદારી કરી હતી.

વિરાટ કોહલીએ પણ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. કોહલીએ 55 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. ભારતનો સ્કોર 38.3 ઓવરમાં બે વિકેટે 239 રન છે. કેએલ રાહુલ 67 રન અને વિરાટ કોહલી 50 રન પર રમી રહ્યા છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલે પોતપોતાની સદી પૂરી કરી છે. રાહુલે નસીમ શાહના બોલ પર બે રન લઈને પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી પૂરી કરી હતી. જ્યારે વિરાટ કોહલીએ શાહીન આફ્રિદીના બોલ પર સિંગલ આઉટ કરીને ODI ઈન્ટરનેશનલની તેની 47મી સદી ફટકારી હતી. 48 ઓવર પછી ભારતનો સ્કોર બે વિકેટે 330 રન છે.

મેચ રિઝર્વ ડે પર શરૂ થઈ છે. શાદાબ ખાને 25મી ઓવરના બાકીના પાંચ બોલ ફેંક્યા. નસીમ શાહે 26મી ઓવર નાખી. ભારતનો સ્કોર 26 ઓવરના અંતે બે વિકેટે 152 રન છે. વિરાટ કોહલી 20 અને કેએલ રાહુલ 19 રને રમી રહ્યા છે. કોહલીએ એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 1000 રન પૂરા કર્યા છે. ભારતનો સ્કોર 28.2 ઓવરમાં બે વિકેટે 165 રન છે. કેએલ રાહુલે ઈજામાંથી સાજા થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. રાહુલે 60 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ભારતનો સ્કોર 33.3 ઓવરમાં બે વિકેટે 209 રન છે.

Most Popular

To Top