દુનિયાભરથી G20 શિખર સમિટ ને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી હોવાના દાવા થઇ રહ્યા છે. તેમાં પ્રથમ દિવસની કાર્યવાહીમાં સહિત અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. હવે એ બાબત માં કોઈ શંકા નથી કે આ નવા કૉરિડોરને ચીન બેલ્ટ એન્ડ રોડ પહેલા જ એક ઉપયોગી વિકલ્પ તરીકે રજુ કરવામાં આવી રહ્યો છે. જેને દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના ઘણા દેશોએ અપનાવ્યો છે.
G20 શિખર સંમેલનમાં મધ્ય પૂર્વના માધ્યમથી ભારત અને યુરોપ વચ્ચે એક મલ્ટીમોડેલ પરિવહન અને ઉર્જા કૉરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. જે ભારત માટે એક મોટી સફળતા છે. તેના દાયકા જૂના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ હેઠળ આ ક્ષેત્રમાં ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ વિશે લાંબા સમયથી ચિંતા વ્યાપી હતી. જેમાં પાકિસ્તાન દ્વારા ઓવરલેન્ડ એક્સેસની નામંજૂરી અને ઇરાન દ્વારા યુરેશિયન લેન્ડમાસમાં વિશ્વસનીય કનેક્ટિવિટી માટેની નિરર્થક શોધથી હતાશા હતી. જયારે હવે અરેબિયા અને યુરોપ બંનેની કનેક્ટિવિટી માટે ભારતે એક રસ્તો શોધ્યો છે.
આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની અમેરિકન સલાહકાર જેક સુલિવન સાથેની મુલાકાતમાં ભારત અને અરબ દેશો વચ્ચે જહાજ અને રેલ્વે કનેક્ટિવિટીનો વિચાર આવ્યો હતો. ત્યારથી આ વિચારે અનુમાન કરતા પણ વધુ લોકપ્રિયતા મેળવી હતી. યુરોપીયન સંઘ, સાઉદી આરબ, UAE અને USA સહીત G20 શિખર સંમેલનમાં બધા મુખ્ય નેતાઓની હાજરીમાં આ યોજના અંગે ચર્ચા કરવાની તક મળી. આ યોજના અંતર્ગત UAE અને સાઉદી આરબના માધ્યમથી અરબમાં એક રેલ્વે લાઈનનું નિર્માણ કરવામાં આવશે.
જે ભારત અને યુરોપ વચ્ચે શિપિંગ કનેક્ટિવિટીનો વિકાસ કરશે. થોડા વર્ષો પહેલા, દિલ્હીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ભારત અને UAS ઇન્ડો-પેસિફિકમાં સાથે મળીને કામ કરી શકે છે, પરંતુ મધ્ય પૂર્વમાં બંને વચ્ચે ખુબ ઓછી સમાનતા છે. જ્યારે ભારત અને USA કેટલાક જોઈન્ટ આર્થિક પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે સંમત થયા ત્યારે આ માન્યતા તૂટી ગઈ. I2U2 ફોરમની સ્થાપના માટે ઇઝરાયેલ અને UAE સાથે હાથ મિલાવ્યા. ભારત-અરબ-યુરોપ કૉરિડોર વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. અરબી દ્વીપકલ્પ કૉરિડોર સાથે ભારતની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં UAE અને સાઉદી અરેબિયા સાથે ઝડપથી રાજકીય અને વ્યૂહાત્મક સંબંધો વધારનાર મોદી સરકાર પાસે હવે ભારત અને અરેબિયા વચ્ચે કાયમી કનેક્ટિવિટી બનાવવાની તક છે.
બ્રિટિશ સમયગાળા દરમિયાન, સંસાધનોએ ભારત, અરેબિયા અને યુરોપને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કૉરિડોર પ્રદેશમાં માળખાગત વિકાસમાં યુરોપની સક્રિયતાનું પણ પ્રતીક છે. EU એ 2021-27 દરમિયાન વિશ્વભરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે 300 મિલિયન યુરો ફાળવ્યા હતા. નવા કૉરિડોર માટે તેનું સમર્થન EU ને અરેબિયા અને યુરોપ સાથે ભારતને એકીકૃત કરવામાં મુખ્ય હિસ્સેદાર બનાવશે.મેગા કનેક્ટિવિટી પ્રોજેક્ટ ઇન્ટર રીજનલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપીને અરેબિયન દ્વીપકલ્પમાં રાજકીય અશાંતિ ઘટાડવામાં મદદ કરી શકે છે.
મધ્ય પૂર્વ માટે શાંતિ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા સમયથી એક ધ્યેય છે. વર્તમાન કૉરિડોર એ ભ્રમણા તોડી શકશે કે કેમ તે જોવું રહ્યું. દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના ઘણા દેશોએ અપનાવ્યો છે ત્યારે હવે કોઈ રહસ્ય નથી કે નવો કૉરિડોર ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. નવો કૉરિડોર કઈ ઝડપ સાથે અમલમાં મૂકવામાં આવે છે અને BRI સાથે સંકળાયેલી નાણાકીય તેમજ પર્યાવરણીય સમસ્યાઓ ટાળવાની તેની ક્ષમતા પર ઘણું નિર્ભર રહેશે. હાલમાં ભારતની સ્થિતિ જોઇએ તો યુરોપ, ગલ્ફ અને આફ્રિકન દેશો ભારત સાથે મિત્રતા ઇચ્છે છે એટલે કે આ દેશો ભારત સાથે વ્યાપારિક સંબંધ વિકસાવવા ઇચ્છે જો આ કોરિડોર બને તો તેનો સીધો લાભ ભારતને મળશે.