વડોદરા: શહેર જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામો લગભગ નક્કી થઇ ગયા છે. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મળેલી મીટિંગમાં વડોદરા જિલ્લાના ધારાસભ્યો,ચૂંટાયેલા આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જ્યારે સેન્સ લેવા આવેલા ત્રણ પ્રતિનિધિઓએ તેમનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. આગામી તા.૧૩મીએ ઉમેદવારી પત્રો ભરવાના હોવાથી તે પહેલાં મેન્ડેટ દ્વારા નામો જાહેર કરવામાં આવશે.આ હોદ્દા નક્કી કરવામાં છે. જેના પરથી ધારાસભ્યોનું પ્રદેશ સંગઠન પરનો પ્રભાવ પણ જોઇ શકાશે.
જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે આ વખતે મહિલા બિરાજશે તો આઠ તાલુકા પંચાયત માટે પણ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે પદ મેળવવા માટે હાલમાં ભારે લોબિંગ ચાલી રહ્યા છે દરેક વ્યક્તિઓ પોતપોતાના માનતા વ્યક્તિઓ આવે તે માટે ભલામણો કરી રહ્યા છે જ્યારે પદ મેળવવાની ઈચ્છા ધરાવનારાઓ એ પણ પોતાના આકાઓના પગ પકડી લીધા છે. પોતાના માનિતઓને મૂકવા માટે હાલ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને આગેવાનો દ્વારા ગાંધીનગર સુધી પોતાનું વર્ચસ્વ જમાવવામાં શરૂઆત કરી છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો કોણ હશે તેના ઉપર સૌની મીટ છે અને ગામડાઓનું રાજકારણ ગરમાયું છે.