નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી તાબે ધરમપુરામાં એક મકાનની ઓરડીમાં ધમધમતાં જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી, સ્થાનિક પોલીસનું નાક કાપ્યું છે. આ દરોડામાં SMC ની ટીમે કુલ રૂ.4,76,890 ના મુદ્દામાલ સાથે 15 ઈસમોને દબોચી લીધાં છે. જ્યારે, 8 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યાં છે. નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસમથકની હદમાં આવેલ ધરમપુરા ખાતે એક મકાનના ઓરડામાં મોટાપાયે જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC), ગાંધીનગરની ટીમને મળી હતી.
જેથી SMC ની ટીમે ગતરાત્રે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરમિયાન જુગાર રમતા ઈસમોમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક ઈસમો પોલીસને ચકમો આપી ભાગી ગયાં હતાં. જોકે, પોલીસે સ્થળ પરથી વિશાલ કાંતિભાઈ વાઘેલા (રહે.ધરમપુરા, ચકલાસી), રાહુલ રાજુભાઈ નાયર (રહે.નેક્સેસ-4, નડિયાદ), ઉપેન્દ્રભાઈ ચીનભાઇ પટેલ (રહે.રાણીપ, અમદાવાદ), જોરાવરસિંહ હરિસિંહ રાવ (રહે.રાણીપ, અમદાવાદ), કિર્તીસિંહ કિશોરસિંહ ગોહિલ (રહે.કાછીયા કુવા, નડિયાદ), કનૈયા શંકરજી રાજપુત (રહે.થરાદ, બનાસકાંઠા), પ્રવીણસિંહ રામસિંહ યાદવ (રહે.ડભોઉ, આણંદ), જગદીશસિંહ રમણલાલ શાહ (રહે.નાનાકુભનાથ રોડ, નડિયાદ), ધર્મેશ બલવંતસિંહ વાઘેલા (રહે.ચકલાસી, નડિયાદ), જીમિત અનિલભાઈ શાહ (રહે.પેટલાદ, આણંદ), મહેશ મનુભાઈ વાઘેલા (રહે.ચકલાસી, નડિયાદ), રમણભાઈ શંકરભાઈ વાણંદ (રહે.પીપલગ, નડિયાદ), ઈદ્રિશભાઈ હબીબભાઈ કાપડિયા (રહે.વ્હોરવાડ, નડિયાદ), જતીન મનસુખભાઈ મકવાણા (રહે.આયુર્વેદીક ત્રણ રસ્તા, વડોદરા) અને વાઘજી મફતલાલ દેસાઈ (રહે.ઝઘડિયા પોળ, નડિયાદ) ને પત્તાપાનાનો જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં.
જ્યારે, દત્રેશભાઈ રાવ (રહે.નડિયાદ), રણજીત ઉર્ફે કાલુ સોલંકી (રહે.નેક્સેસ 4, નડિયાદ), સેન્ડી (રહે.નડિયાદ), રવિન્દ્ર ઉર્ફે ચીકુ પટેલ (રહે.આણંદ), શિવમ ઠક્કર (રહે ઉત્તરસંડા, નડિયાદ), અંજલ (રહે.પીપલગ, નડિયાદ), અરુણ કાંતિભાઈ વાઘેલા (રહે.ધરમપુર, ચકલાસી) સહિત કુલ 8 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. પોલીસે પકડાયેલાં જુગારીઓ પાસેથી 58,140 રૂપિયા રોકડા, રૂપિયા 3 લાખ કિંમતના 17 નંગ મોબાઈલ ફોન, 70 હજાર કિંમતના 2 વ્હિકલ, તેમજ બે એર કન્ડીશનર અને 6 ટેબલ ફેન મળી કુલ રૂ.4,76,890 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ચકલાસી પોલીસે પકડાયેલાં 15 તેમજ વોન્ટેડ 8 મળી કુલ 23 ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.