Vadodara

100 થી વધુ હોસ્પિટલોને પાર્કિંગની જગ્યા પર બાંધકામ કરવા બદલ નોટીસ આપી પાલિકાએ સંતોષ માણ્યો

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની બાંધકામ પરવાનગી શાખા દ્વારા શહેરની હોસ્પિટલો અને કોમ્પ્લેક્સ મળી કુલ 114 મિલકતોને સીલ કરવાની નોટિસ ફટકારતાં ખળભળાટ મચ્યો છે. શનિવારે અલગ-અલગ વોર્ડની ટીમ દ્વારા હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની પાર્કિંગ માટેની જગ્યા ખુલ્લી કરવા નોટિસ મારફતે કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે, 4 મહિના અગાઉ દબાણ શાખાએ આ તમામ હોસ્પિટલોને સીલ કરવાની નોટિસ ફટકારી હતી. 16 જુને ‘ગુજરાતમિત્ર’માં પ્રસિધ્ધ થયેલ અહેવાલમાં હોસ્પિટલોનું લિસ્ટ જાહેર કરાયું હતુ.

નોટિસો ફટકારવાનું નાટક બંધ કરવું જોઈએ
“ગુજરાતમિત્ર” મા અગાઉ હોસ્પિટલના ગેરકાયદેસર પાર્કિંગ મામલે 3 વાર અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ફરી નોટિસો ફટકરવામાં આવી છે. નોટિસો ફટકરવા થી કશું થતું નથી. જો ઠોસ કાર્યવાહી કરવામાં આવે તો જ વઘારા ના બાંધકામ અને દબાણો દૂર થશે માત્ર નોટિસ ફટકરવા નો મામલો માત્ર નાટક જ છે તેવી ચર્ચા છે. ત્યારે પાલિકાએ સાચા અર્થમાં કાર્યવાહી કરવી જોઈએ.

કડક કાર્યવાહી કરાશે
બાંધકામ પરવાનગી શાખા દ્વારા આગામી દિવસમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. જેમાં અન્ય કોમર્શિયલ મિલકતો અને હોસ્પિટલમાં પાર્કિંગ કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરી નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરાય તેવી શક્યતા છે.

Most Popular

To Top